• Gujarati News
  • ટાઇફુન્ડો ચેમ્પિયનશિપમાં રાજકુમાર કોલેજનો દબદબો

ટાઇફુન્ડો ચેમ્પિયનશિપમાં રાજકુમાર કોલેજનો દબદબો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
26 ગોલ્ડમેડલ મેળવી વિક્રમ સર્જ્યો

ભાસ્કરન્યૂઝ. રાજકોટ

રાજકોટનીજગવિખ્યાત પબ્લિક સ્કૂલ રાજકુમાર કોલેજની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. કોલેજના યજમાનપદે તાજેતરમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ કોન્ફરન્સ દ્વારા યોજાયેલ ‘આઇ પી એસ સી ટાઇફુન્ડો ચેમ્પિયનશિપ 14-15’ માં રાજકુમાર કોલેજના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને કુલ 26 ગોલ્ડમેડલ હાંસિલ કર્યા હતા.

રમતગમત ક્ષેત્રે ભવ્ય વિરાસત ધરાવતી રાજકુમાર કોલેજે ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ટાઇફુન્ડો ચેમ્પિયનશિપમાં અન્ડર-14 વય જૂથમાં શાળાના હર્ષવર્ધન નારનિયા, ઓમ ચામડિયા અને ફૈઝલ સુમભાનિયા, અન્ડર-17 વય જૂથમાં રાજ લુણાગરિયા અને આશિષ મોઢવાડિયા તથા અન્ડર-19 વય જૂથમાં ધ્રુવપાલ જાડેજા હરિફોને પરાસ્ત કરી વિજેતા થયેલા.. કોલેજના પ્રેસિડેન્ટ મહિપાલ વાલા ઓફ જેતપુર, પ્રિન્સિપાલ એસ. એસ. અધિકારી, મિસીઝ અધિકારી, બર્સર યાકો થોમસ તથા પૂર્વ પ્રિન્સિપાલ અયાઝખાન બાબીના હસ્તે તમામ વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

રાજકુમાર કોલેજના ક્લેને ટાઇફુન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ મળ્યો