• Gujarati News
  • રેલવેની પરીક્ષા કેન્દ્રોમાં અન્યને નંબર ફાળવાયા

રેલવેની પરીક્ષા કેન્દ્રોમાં અન્યને નંબર ફાળવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તંત્રની ભૂલથી પરીક્ષાર્થીઓ પરેશાન

આગામી2જી નવેમ્બરે સ્ટાફ સિલેક્શન અને રેલવેની પરીક્ષાની સાથોસાથ નેશનલ સ્કોલરશિપની પરીક્ષા પણ યોજાનાર છે ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજકોટમાં સ્ટાફ સિલેક્શન અને રેલવેની પરીક્ષા માટે ફાળવાયેલા પરીક્ષા કેન્દ્રોમાં રાષ્ટ્રીય પ્રતિભા શોધ અને નેશનલ મિન્સ મેરિટ સ્કોલરશિપના ઉમેદવારોને નંબર ફાળવી દેતાં ડીઇઓ તંત્ર ઊંધામાથે થયું છે.

જિલ્લા શિક્ષણાધિકારી તંત્રના રમેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે,એનટીએસ અને એનએમએમએસની પરીક્ષા માટે અગાઉ જે પરીક્ષા કેન્દ્રોનું લિસ્ટ મોકલ્યું હતું તેમાં સ્ટાફ સિલેક્શન અને રેલવેની પરીક્ષા હોવાની જાણ થતા નવું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું. આમછતાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જૂના લિસ્ટ મુજબ ઉમેદવારોને નંબર ફાળવી હોલ ટિકિટ ઇસ્યૂ કરી દેવાતાં મુશ્કેલી સર્જાઇ છે. બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડને સોમવારે લેખિતમાં જાણ કરવામાં આવી છે. પરીક્ષા બોર્ડ દ્વારા છબરડા કરાયાની ચર્ચા થઇ રહી છે.

એનએમએમએસની પરીક્ષાઅપર પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થી અને એનટીએસની પરીક્ષા એસએસસીના વિદ્યાર્થી આપી શકે.

રાજ્યના પ્રવાસનમંત્રી રાદડિયાએ જામકંડોરણાના વિદ્યાર્થીના જસદણ કેન્દ્રમાં નામના મુદ્દે વાંધો ઉઠાવ્યાનું ડીઇઓના રમેશ મકવાણાએ જણા‌વ્યું હતું.

પાંચ બિલ્ડિંગમાંબબ્બે પરીક્ષા હોવાથી તંત્ર ધંધે લાગ્યું છે. અંગે રાજ્ય પરીક્ષા બોર્ડને લેખિત જાણ કરી છે. હવે 50 જેટલા બ્લોક ફેરવવાની કવાયત હાથ ધરવી પડશે.

કોણ આપી શકે NMMSનીપરીક્ષા

પ્રવાસન મંત્રીએ પણ વાંધો ઉઠાવ્યો

રાજકોટના પાંચ

કેન્દ્રમાં બે પરીક્ષા