- Gujarati News
- અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરનો સમાવેશ
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરનો સમાવેશ
ગર્ભાવસ્થાદરમિયાન સર્જાતી ક્ષતિને કારણે દેશમાં વર્ષે 50 હજાર અને ગુજરાતમાં 2500 બાળકો ક્લબફૂટ (પગ વાકંચૂંકા) હોવાની તકલીફ સાથે જન્મે છે. પરંતુ લોકોમાં રોગનાં લક્ષણો, નિદાન અને સારવારની માહિતીનો અભાવ હોવાથી લોકોમાં અવેરનેસને વધારવાના હેતુથી રાજ્યના આરોગ્ય વિભાગે સામાજિક સંસ્થા ક્યોર ઇન્ટનેશનલ સાથે મળીને રાજ્યનાં શહેરોની હોસ્પિટલોમાં ક્લબફૂટ માટેની ઓપીડીની શરૂઆત કરી છે. ઓપીડીમાં સંસ્થા દ્વારા ક્લબફૂટની નિશુલ્ક માહિતી, સારવારની સાથે બુટ પણ નિશુલ્ક આપવામાં આવે છે.
અંગે ક્યોર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ગુજરાત પ્રોગ્રામ મેનેજર રોબીન પોલ મેકવાને જણાવ્યું હતું કે, આજે પણ સમાજમાં ક્લબફૂટનાં લક્ષણો, નિદાન અને સારવાર અંગે અવેરનેસનો અભાવ છે. તેમજ રોગનું નિદાન અને સારવાર નાની ઉંમરે થાય તેટલાં સારાં પરિણામો પ્રાપ્ત થાય છે. જેથી રોગની માહિતી અને સારવાર અંગે પ્રચાર-પ્રસાર કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ સાથે હાથ મિલાવીને રાજ્યનાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર જેવાં શહેરોની સિવિલ હોસ્પિટલમાં ક્લબફૂટ માટેની ઓપીડી શરૂ કરાઇ છે. તેમજ સંસ્થા દ્વારા મહિલા કાઉન્સિલર દ્વારા અઠવાડિયામાં ત્રણ દિવસ હોસ્પિટલની ઓપીડીમાં અને બાકીનાં ત્રણ દિવસ શાળાઓ, આંગણવાડી, સીએચસી અને પીએચસી સેન્ટરમાં રોગની અવેરનેસ ફેલાવવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા દર્દીઓનો સંપૂર્ણ રેકોર્ડ નોંધીને તેમને ફરી ચેકઅપની તારીખ આપવાથી લઇને રૂ. 1500થી બે હજારનાં બુટ પણ નિશુલ્ક અપાય છે.
રાજ્યનાં શહેરોની સિવિલ હોસ્પિ.માં ક્લબફૂટની ઓપીડીનો પ્રારંભ કરાયો
દર્દીઓનો રેકોર્ડ નોંધીને ~ 1500થી બે હજારનાં બૂટ પણ નિશુલ્ક અપાય છે