તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ITIના તાલીમાર્થીઓ માટે બેંક લોન વ્યાજ સહાય યોજના

ITIના તાલીમાર્થીઓ માટે બેંક લોન વ્યાજ સહાય યોજના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |આઇટીઆઇ પાસ થયેલા તાલીમાર્થીઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા તથા ધંધા રોજગારના શરૂઆતના તબક્કે નાણાકીય ટેકો મળી રહે એવા આશયથી રાજ્ય સરકાર દ્વારા બેન્કેબલ લોન વ્યાજ સહાય યોજના બહાર પાડી છે. લાભ લેવા માટે છેલ્લાં ત્રણ વર્ષમાં આઇટીઆઇ પાસ કરેલું હોવું જોઇએ. લોનના વ્યાજની રકમ પૈકી 4 ટકા રકમ ચૂકવ્યા બાદ બાકી રહેતી વ્યાજની રકમમાંથી વાર્ષિક રૂ.7 હજારની મર્યાદામાં 7 ટકા વ્યાજ સબસિડી તરીકે સરકાર દ્વારા 3 વર્ષ સુધી આપવામાં આવશે. લાભ લેવા ઇચ્છુકોએ 2 નકલમાં પાસપોર્ટ ફોટા, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ, રેશનિંગકાર્ડ, મકાન વેરાની પહોંચ, લાઇટબિલ, શૈક્ષણિક અને આઇટીઆઇ લાયકાતનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને સાધન ઓજાર ખરીદવા માગતા હોય તો તેના વેટ નંબરવાળા ભાવપત્રક સાથે જમા કરાવવાના રહેશે.