તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાળફિલ્મ મહોત્સવ માટે 83 એન્ટ્રી આવી

બાળફિલ્મ મહોત્સવ માટે 83 એન્ટ્રી આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતશૈક્ષણિક ટેક્નોલોજી ભવન, રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિનિયસ સ્કૂલના સહયારા પ્રયાસથી પ્રથમ બાળફિલ્મ મહોત્સવ-2015નું આયોજન કરાયું છે. જેને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જબરો પ્રતિસાદ સાંપડ્યો છે અને અત્યાર સુધીમાં 83 ડોક્યુમેન્ટ્રી ફિલ્મની એન્ટ્રી આવ્યાનું કન્વિનર ડી. વી. મહેતાએ જણાવ્યું છે.

જીઆઇઇટીના નિયામક ડો. પી. એસ. જોષીએ જણાવ્યું હતું કે, ગુરુવારથી ત્રણ દિવસ માટે શરૂ થઇ રહેલા પ્રથમ બાળફિલ્મ મહોત્સવને સવારે 10 વાગ્યે અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે પાણી પુરવઠા મંત્રી વિજયભાઇ રૂપાણી હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. પ્રસંગે પ્રખ્યાત અભિનેત્રી અને કેળવણીકાર ડો. સ્વરૂપ સંપટ રાવલ પણ ખાસ ઉપસ્થિત રહેશે. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની 350 થી વધુ શાળાઓમાં 22 થી 24 દરમિયાનમાં 41 બાળફિલ્મો બતાવવામાં આવશે.