• Gujarati News
  • સાઇકલ પરથી પટકાતાં પ્રૌઢનું મોત

સાઇકલ પરથી પટકાતાં પ્રૌઢનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠીકમ્પાઉન્ડ નજીક સાઇકલ પરથી પટકાયેલા પ્રૌઢનું મોત નીપજ્યું હતું. ખોડિયારપરામાં રહેતા ભીખુભાઇ કરસનભાઇ વાઘેલા (ઉ.વ.55) દાણાપીઠમાં મજૂરી કામ કરતા હતા અને કામ પૂરું કરી સાઇકલ ચલાવીને ઘરે જવા નીકળ્યા હતા અને કોઠી કમ્પાઉન્ડ નજીક પહોંચ્યા હતા ત્યારે ચક્કર આવતા નીચે પટકાયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. પ્રૌઢનાં મોતથી તેમના એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.