• Gujarati News
  • સસ્તાઅનાજના ત્રણ વેપારીનો પુરવઠો રાજ્યસાત કરાયો

સસ્તાઅનાજના ત્રણ વેપારીનો પુરવઠો રાજ્યસાત કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપુરવઠા અધિકારી કચેરીના ઈન્સ્પેક્ટરો દ્વારા સસ્તા અનાજના ત્રણ વેપારીઓને અલગ અલગ ગેરરીિત સબબ કેસ ચાલી જતાં પુરવઠા અિધકારીએ તેમનો જથ્થો રાજ્યસાત કરવાનો હુકમ કર્યો છે.

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી કચેરીના ઇન્સ્પેક્ટરોની ટીમે ગત 19મી ઓક્ટોબરે સસ્તા અનાજના દુકાનદારોને ત્યાં ચેકિંગ હાથ ધરી અલગ અલગ ગેરરીતિ સબબ વાણિયાવાડી શેરી નં-3માં દુકાન ધરાવતા નિલેશ ભૂપતભાઇ કુંડલિયાનો રૂપિયા 7170, મંજુલાબેન બાબુભાઇ ગેડિયાની દુકાનમાંથી રૂપિયા 3434 અને કિડવાઇનગરમાં દુકાન ધરાવતા કાંતાબેન દેવજીભાઇ દેલવાડિયાને ત્યાંથી 51541નો સસ્તા અનાજનો પુરવઠો સીઝ કર્યો હતો. ત્રણેય વેપારીઓ સામેનો કેસ ચાલી જતાં પુરવઠા અધિકારીએ તેમનો જથ્થો રાજ્યસાત કરવાનો હુકમ કર્યો છે.