• Gujarati News
  • ભજનમાં ગયેલા યુવકનું બેભાન હાલતમાં મોત

ભજનમાં ગયેલા યુવકનું બેભાન હાલતમાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાંનવલખી રોડ પર રહેતા મૂળ હરિયાણાના પવનકુમાર ગોપીરામ શર્મા (ઉ.વ.40) સોમવારે રાત્રિના કુચિયાદડમાં ભજનના કાર્યક્રમમાં પત્ની પ્રમીલાબેન સાથે આવ્યા હતા. ભજનના કાર્યક્રમ વખતે પવનકુમારને લોહીની ઊલટીઓ શરૂ ગઇ હતી અને બેભાન થઇ જતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટનું કામ કરતા પવનકુમારના મિત્ર વિજયભાઇ હાંડાના સાળા જયંતીભાઇ ડાભીનું દસેક દિવસ પૂર્વે અવસાન થયું હોય તેમની પાછળ યોજાયેલા ભજનમાં પવનકુમાર ગયા હતા અને બેભાન હાલતમાં તેમનું મૃત્યુ થયું હતું.