• Gujarati News
  • દારૂભરેલી જીપ સાથે એક ઝડપાયો

દારૂભરેલી જીપ સાથે એક ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થયેલી જીપને પોલીસે અટકાવી તલાશી લેતાં તેમાંથી રૂ.43200ની કિંમતનો 144 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો જથ્થો મળતા પોલીસે જીપચાલક હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતા અમિત નારૂ ચાંદવાણી (ઉ.વ.28)ની ધરપકડ કરી હતી.