• Gujarati News
  • ચાંદીમાં ~ 450નો ઉછાળો

ચાંદીમાં ~ 450નો ઉછાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયબુલિયન માર્કેટમાં સોના અને ચાંદીમાં મજબૂતાઇ જોવા મળી હતી. ચાંદીમાં રૂ.450 અને સોનામાં રૂ.20 સુધીનો ઉછાળો હતો. યુેએસ ડેટાની જાહેરાત પૂર્વે વિશ્વબજારમાં હાજરમાં સોનું સાધારણ વધઘટ સાથે 1200 ડોલરની અંદર પહોંચ્યું હતું. સ્થાનિકમાં સ્ટોકિસ્ટ જ્વેલર્સ અને સટોડિયાઓની લેવાલી તેમજ લગ્નસરાની સિઝનમાં સારી ઘરાકી નીકળવાની ધારણા વચ્ચે સોના અને ચાંદીમાં સુધારો હતો. રાજકોટ ખાતે સોનું રૂ.20 વધી રૂ.26,900, સોનું બિસ્કિટ રૂ.200 વધી રૂ.2,69,000 અને ચાંદી રૂ.450 વધી રૂ.36,700ની સપાટીઅે હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.500 વધી રૂ.36,800 અને ચાંદી રૂ.26,900ના ભાવે સ્થિર હતી. ડોલર સામે રૂપિયો 8 પૈસા સુધરીને 61.86ના મથાળે હતું. લખાય છે ત્યારે વિશ્વબજારમાં હાજરમાં સોનું બે સેન્ટ વધીને 1197.2 ડોલર, ચાંદી 12 સેન્ટ વધીને 16.63 ડોલર અને પ્લેટિનમ 8.5 ડોલર વધીને 1215 ડોલર પ્રતિ ઔંશ થયું હતું. નાયમેક્સ ખાતે કોમેક્સ સોનું 3.30 ડોલર ઘટીને 1193.30 ડોલર અને ચાંદી 12 સેન્ટ વધીને 16.55 ડોલર પ્રતિ ઔંશની સપાટીએ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો 26 સેન્ટ વધીને 79.94ના સ્તરે પહોંચ્યો હતો.