• Gujarati News
  • જીરુંમાં મજબૂતાઇ, તલમાં નરમાઇ

જીરુંમાં મજબૂતાઇ, તલમાં નરમાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંજીરુંની સારી આવકની સામે એક્સપોર્ટર અને દેશાવરની ઘરાકી પણ સારી રહેતા મણે રૂ.25-30 સુધીનો ઉછાળો હતો. ઊંઝા ખાતે 12,000 બોરી આવક અને 15,000 બોરીના વેપાર હતા. રાજકોટ ખાતે 1300-1400 ગુણી આવક હતી અને રૂ.25નો સુધારો હતો. હાલમાં એક્સપોર્ટર અને દેશાવરની માગ સારી છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ હોવાને કારણે નવા વાવેતર આગામી દિવસોમાં શરૂ થશે. સ્થાનિકમાં સારા માલના મણદીઠ રૂ.2125-2225, મિડિયમ માલના રૂ.2075-2125 અને હલકા માલના રૂ.1975-2075ના ભાવ હતા. તલ બજારમાં સારી આવક વચ્ચે ભાવમાં રૂ.5-10નો ઘટાડો હતો.

રાજકોટ ખાતે 1500 બોરી આવક હતી. 99/1 ક્વોલિટીના રૂ.2015-2025, 99/1 પ્લસ ક્વોલિટીના રૂ.2050-2060, 98/2 ક્વોલિટીના રૂ.1990 અને કરિયાણા ક્વોલિટીના રૂ.2075-2150 સુધીના ભાવ બોલાયા હતા.

ઘરાકીનાઅભાવે તમામ ખાદ્યતેલમાં સ્થિરતા

સ્થાનિકબજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના નવા ઉત્પાદનની સામે ખાનાર વર્ગની ઘરાકીનો અભાવ રહેતા સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન સહિતના તમામ તેલમાં એકંદરે ટકેલું વલણ જોવા મળ્યું હતું. ડિસેમ્બર મહિનામાં ખાનાર વર્ગની ઘરાકી નીકળે તેવી ધારણા છે. સ્થાનિકમાં સિંગતેલ રૂ.પાંચ વધી રૂ.800-805, તેલિયા રૂ.7 વધી રૂ.1247-1248 અને નવા ટીન 15 કિલો રૂ.1425-1430ના ભાવે હતું. કપાસિયા વોશ રૂ.પાંચ વધી રૂ.542-545, કપાસિયા ટીન રૂ.1000-1020 અને પામોલિન રૂ.820-825ના ભાવે જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં અંદાજે 50,000 ગુણી મગફળીની આવક હતી. રાજકોટ ખાતે રૂ.825-925 અને જામનગર ખાતે રૂ.725-925ના ભાવે મગફળીના કામકાજ હતા. સિંગદાણામાં સૌરાષ્ટ્રમાં 2000 ટનના કામ હતા.

એરંડાવાયદા-હાજરમાં સ્થિરતા

સ્થાનિકવાયદા બજારમાં એરંડા વાયદા અને હાજરના ભાવ સ્થિર રહ્યા હતા. સૌરાષ્ટ્રના પીઠાઓમાં ભાવ નીચા હોવાથી સૌરાષ્ટ્રવાળાની ગુજરાત બાજુ વેચવાલી સારી છે.

સૌરાષ્ટ્રમાં હજુ સાતથી આઠ લાખ ગુણીનો સ્ટોક હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. ગુજરાતમાં 35,000-38,000 ગુણી આવક-ભાવ રૂ.880-890 તેમજ સૌરાષ્ટ્રમાં 2300-2400 ગુણી આવક-ભાવ રૂ.830-840 હતો. રાજકોટ કોમોડિટી એક્સચેન્જ ખાતે એરંડા ડિસેમ્બર વાયદો રૂ.4683 અને હાજર એરંડા રૂ.4350ની સપાટીએ જોવા મળ્યા હતા. દિવેલ રૂ.885ના સ્તરે હતું.