• Gujarati News
  • એક દિવસમાં બે મહિલાની ઘાતકી હત્યા

એક દિવસમાં બે મહિલાની ઘાતકી હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિસ્ટ્રીશીટરે પત્નીને પતાવી દીધી

ગોંડલ રોડ ઉપર ગળું કાપી રહેંસી નાખી

એક કિસ્સામાં પતિ આરોપી: બીજા કિસ્સામાં પતિ શંકાના દાયરામાં: બબ્બે હત્યાની ઘટનાએ શહેરને હચમચાવ્યું


ગાંધીગ્રામમાંનામચીન અપરાધીએ મંગળવારે રાત્રિના પત્નીને કોઈ પીણુ પીવડાવી દઈ પુત્રની મદદથી રાત્રિના માથામાં પાઈપના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીગ્રામમાં રામાપીર ચોકડીથી અંદર જતા રૈયાધાર ખાતે રહેતા નામચીન હિસ્ટ્રીશીટર નટુ પરમારે પોતાના પુત્ર ઘનશ્યામ (ઉ.વ.12)ની મદદ લઈ પત્ની ભારતીના માથામાં પાઈપના ઘા ઝીંકયા હતા. ઘનશ્યામે પોતાની માતાનું માથું પકડી રાખ્યું હતું જયારે નામચીન િહસ્ટ્રીશીટર નટુ પરમારે માથામાં પાઈપના પ્રહાર કર્યા હતા. હુમલાના કારણે લોહીના ફૂવારા ઊડ્યા હતા અને ઘરની દિવાલો પણ લોહીથી ખરડાઈ હતી. પીએસઆઈ કે.એમ. લાિઠયાના જણાવ્યા મુજબ હત્યા પૂર્વે મૃતક મહિલાને કોઈ પીણું પીવડાવી દેવાયું હોવાની શંકા છે. કેમ કે મહિલા દ્વારા હુમલા છતાં બચાવ કે પ્રતિકાર થયાનું જણાયું નથી. હુમલાની ઘટના બાદ પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીની પ્રેમિકા ચંપા તેમજ નટુના ત્રણ ભાઈઓને ત્યાં તપાસ કરી હતી. પણ, આરોપી હાથ લાગ્યો હતો. નટુ કાલાવડ તાલુકાના વીરડ ગામનો હોય ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. જો કે નટુ હાથ લાગ્યો નહતો. આરોપી દારૂના ગુના સબબ પાંચ દિવસથી જેલમાં હતો. સોમવારે પત્ની ભારતીએ તેને છોડાવી લાવી હતી.

પત્નીને રહેંસી નાખનાર પતિ

ભોગ બનનાર ગીતાબેન