તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખેલમહાકુંભ : બેડમિન્ટન, ટેબલ ટેનિસમાં જંગ જામ્યો

ખેલમહાકુંભ : બેડમિન્ટન, ટેબલ ટેનિસમાં જંગ જામ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટસહિત રાજ્યભરમાં ખેલમહાકુંભની શાનદાર ઉજવણી ચાલી રહી છે અને 11 વર્ષના બાળકથી લઇને 70 વર્ષના વૃધ્ધો સુધીના ખેલાડીઓ હોંશભેર રમતોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. બેડમિન્ટન અને ટેબલ ટેનિસની ટૂર્નામેન્ટમાં પણ 457 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં, ટેબલ ટેનિસમાં 60 વર્ષથી ઉપરના 4 ખેલાડીઓ વચ્ચે રસપ્રદ જંગ ખેલાયા બાદ અંતે નિવૃત્ત બેન્ક કર્મચારી સંભાજી તાવડેએ ટેબલ ટેનિસના કોચ રજનીકાંત ભટ્ટને હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી અને રજનીકાંત ભટ્ટ રનર્સ અપ થયા હતા.

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી એસ.એન.કે. સ્કૂલ ખાતે ટેબલ ટેનિસની ટૂર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં, 150 ભાઇઓ અને 35 બહેનોએ ભાગ લીધો હતો. અન્ડર-13 બોયઝમાં એસ.એન.કે. સ્કૂલનો ધ્યેય શેઠ ચેમ્પિયન અને આત્મીય સ્કૂલનો મનન જાની રનર્સ અપ થયો હતો. તેમજ, અન્ડર-13 ગર્લ્સમાં ભાવિની રાઠોડ ચેમ્પિયન અને બંસી કાચા રનર્સ અપ થઇ હતી. અન્ડર-16 બોયઝમાં જેનિલ મહેતા ચેમ્પિયન અને સત્યમ કારિયા રનર્સ અપ તથા ગર્લ્સમાં આયુષી ખખ્ખર ચેમ્પિયન અને શ્રુતિ મહેતા રનર્સ અપ થઇ હતી. અબાવ-16માં ભાઇઓમાં ચિંતન ઓઝા ચેમ્પિયન અને સ્વપ્નીલ મહેતા રનર્સ અપ તથા બહેનોમાં હસીના જામ ચેમ્પિયન અને નમ્રતા પંડ્યા રનર્સ અપ તથા અબાવ-45માં ભાઇઓમાં વિપુલ ઉનડકટ ચેમ્પિયન અને શશાંગ મંકોડી રનર્સ અપ તથા બહેનોમાં રોશન સંધવાણી ચેમ્પિયન અને ફાલ્ગુની બેલાણી રનર્સ અપ થઇ હતી, જ્યારે 60 વર્ષથી ઉપરના કોઇ મહિલાએ ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો.

અન્ડર-16 ગર્લ્સ

}મુસ્કાનસાવલિયા (આરકેસી સ્કૂલ)

}શ્રુતિવિરાણી(એસએનકે સ્કૂલ)

}શાહરાજવી (મોદી સ્કૂલ)

}પટેલસાક્ષી (એસએનકે સ્કૂલ)

}પટેલશ્રેયા (એસએનકે સ્કૂલ)

અન્ડર16 ભાઇઓ

}ધર્મરાજસિંહજાડેજા (ન્યૂ એરા સ્કૂલ)

}મોહિલખિમાણી (સેન્ટ મેરી સ્કૂલ)

}ગિરિરાજસિંહઝાલા (મોદી સ્કૂલ)

}ધવલસાપરિયા (સરસ્વતી સ્કૂલ)

}સ્વપ્નીલસરેલિયા (ધોળકિયા સ્કૂલ)

અબોવ-16બહેનો

}નિશિતાજીવરાજાની (એસએનકે સ્કૂલ)

}પાર્થિવીપઢિયા (કુંડલિયા કોલેજ)

}સાક્ષીઘેટિયા (ડી.એચ. કોલેજ)

}પલકબક્ષી (યુનિવર્સિટી એક્સ્ટર્નલ)

}પલકવરસાણી (કડવીબાઇ સ્કૂલ)

બેડમિન્ટનની ત્રણ વિજેતા ટીમ

ખેલમહાકુંભમાં ટેબલ ટેનિસમાં ભારે રસાકસી જામી હતી. કુલ 185 ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો. / પ્રકાશરાવરાણી