તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દુકાનદારને ફટકારવા બદલ PI પંડ્યા સામે ગુનો નોંધાયો

દુકાનદારને ફટકારવા બદલ PI પંડ્યા સામે ગુનો નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવાડવારોડ પર ગાયત્રી ભેળ નામે દુકાન ધરાવતા પ્રૌઢને રાત્રિના દુકાન બંધ કરી દેવાનું કહી પીઆઇ પંડ્યાએ લાકડી ફટકાર્યાની ફરિયાદ નોંધાઇ હતી.

કુવાડવા રોડ પર ગાયત્રી ભેળ નામે દુકાન ધરાવતા ગાંડુભાઇ કરમશીભાઇ લુણાગરિયાએ ગાંડુભાઇ લુણાગરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 4 ઓક્ટોબરના રાિત્રના પોણાબાર વાગ્યે પોતાની દુકાને હતા ત્યારે પીઆઇ પંડ્યા આવ્યા હતા અને દુકાન બંધ કરી દેવાનું કહી જતાં રહ્યા હતા.

દરમિયાન દુકાનની અંદર કર્મચારીઓ સફાઇ કામ કરતા હતા જ્યારે પોતે દુકાન બહાર ઊભા હતા ત્યારે પીઆઇ પંડ્યા પરત આવ્યા હતા અને કેમ હજી દુકાન બંધ કરી નથી તેમ કહી લાકડીઓ ફટકારવા લાગ્યા હતા. જોકે, ગત 4 ઓક્ટોબરના બનેલા બનાવની બે દિવસ બાદ ગાંડુભાઇએ ફરિયાદ નોંધાવી હતી. ગાંડુભાઇ ભાજપના કોર્પોરેટર વલ્લભભાઇ દૂધાત્રાના બનેવી થતાં હોય નગરસેવક દૂધાત્રાએ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

બી.ડિવિઝન પોલીસસ્ટેશનના પીઆઇ પંડ્યા સામે તેના પોલીસમથકમાં ગુનો નોંધાયો હતો. ગુનો 6 ઓક્ટોબરના રાત્રિના 12.30 વાગ્યે વિધિવત રીતે નોંધાયો હતો, પરંતુ કેસની તપાસ કોણ કરશે તે બાબત કલાકો સુધી નક્કી થઇ શકી નહોતી અને તપાસનીશ અધિકારીનું નામ દર્શાવતું ખાનું ખાલી રાખવામાં આવ્યું હતું.

તપાસ કોણ કરશે તે કલાકો સુધી નક્કી થયું