તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવા સપ્તાહે સિંગતેલમાં આગળ વધતો સુધારો

નવા સપ્તાહે સિંગતેલમાં આગળ વધતો સુધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાસપ્તાહની શરૂઆતે સિંગતેલમાં સુધારાની ચાલ આગળ વધી હતી. નવી મગફળીની ક્વોલિટી હજી નબળી રહેતા પિલાણ માટે માલની અોછી મળતર અને બ્રાન્ડવાળાની ઊંચા મથાળે છાપાછાપી ચાલુ રહેતા ગત સપ્તાહે ડબે રૂ.25 વધ્યા બાદ આજે ફરી સિંગતેલમાં ડબે રૂ.10નો ભાવવધારો હતો, જયારે અન્ય તેલમાં એકંદરે ટકેલું વલણ જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં સરેરાશ નવી મગફળીની 25,000 ગુણી આવક રહે છે. સ્થાનિકમાં સિંગતેલ લુઝ રૂ.775-780, તેલિયા રૂ.1210-1211 અને નવા ટીન 15 કિલો રૂ.10 વધી રૂ.1355-1360ના ભાવે જોવાયું હતું. કપાસિયા વોશ રૂ.600-603, કપાસિયા ટીન રૂ.1070-1090 અને પામોલિન રૂ.850-855ની સપાટીએ જોવા મળ્યું હતું. રાજકોટ ખાતે નવી મગફળીના રૂ.850 અને પિલાણબરના રૂ.925ના ભાવે વેપાર થયા હતા. સિંગદાણામાં અંદાજે 300-400 ટનના વેપાર હતા. નવા 80/90 કાઉન્ટના રૂ.65,000 અને 50/60 કાઉન્ટના રૂ.66,500ના ભાવ હતા.

રૂનાભાવ સ્થિર, કપાસમાં ધીમો ઘટાડો

નવાકપાસની ધીમી આવકની સામે જિનર્સની લેવાલી પણ સામાન્ય રહેતા કપાસમાં સામાન્ય સુધારો હતો જયારે ધીમી માગ વચ્ચે રૂના ભાવ એકંદરે જળવાયેલા રહ્યા હતા.

રાજકોટ ખાતે 8000 મણ કપાસની આવક પૈકી 5000 મણ નવા કપાસની આવક હતી અને રૂ.5-7નો સુધારો હતો.ગામડાંના કપાસના રૂ.800-850 અને જિન ડિલિવરીના રૂ.825-850 સુધીના ભાવ જોવાયા હતા. કપાસિયા રૂ.7-8 સુધરીને રૂ.360-390, કડી ખોળ રૂ.975-980 અને લોકલ ખોળના રૂ.920-925ના ભાવ હતા. રૂ બજારમાં સુપર ક્વોલિટીના રૂ.34,000, બી ગ્રેડ માલના રૂ.32,000 અને હલકા માલના રૂ.30,000ના ભાવ જોવા મળ્યા હતા. નવા રૂના રૂ.33,500ના ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્ર-ગુજરાતનામોટાભાગના યાર્ડ બંધ રહ્યા

ઇદનીરજા નિમિત્તે નવા સપ્તાહે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના મોટાભાગના યાર્ડ બંધ રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં ચાર-પાંચ યાર્ડમાં કામકાજ ચાલુ રહ્યા હતા. યાર્ડ બંધ હોવાને કારણે નવી આવક થવાની કોમોડિટી માર્કેટમાં એકંદરે સુસ્તી હતી. મંગળવારથી કોમોડિટીના વેપાર રાબેતા મુજબ શરૂ થશે.