તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાઇક ભેંસ સાથે અથડાતાં જમાદારને કાળ ભેટી ગયો

બાઇક ભેંસ સાથે અથડાતાં જમાદારને કાળ ભેટી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીભાગોળે માધાપર ચોકડી પાસે સોમવારે રાત્રે બાઇક ભેંસ સાથે અથડાતાં ગંભીર રીતે ઘવાયેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં જમાદારનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

પ્રાપ્ત િવગત મુજબ ભક્તિનગર પોલીસ મથકમાં જમાદાર તરીકે ફરજ બજાવતાં રઘુવીરસિંહ ઝાલા સોમવારે રાત્રીના 12.30 કલાકના સુમારે પોતાનું બાઇક લઇને શેઠ નગરમાં ઘરે જઇ રહ્યા હતા. ત્યારે માધાપર ચોકડી પાસે અચાનક રસ્તા પર દોડી આવતી ભેંસ સાથે બાઇક અથડાયું હતું. જેના કારણે ફંગાેળાઇ પડેલા પોલીસ જમાદારને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં દોડી આવેલા સેવાભાવીઅોએ ઇજાગ્રસ્ત જમાદારને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં કોઇ સારવાર કારગત િનવડે તે પહેલા પોલીસ જમાદારનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ બનાવની જાણ થતાં રાત્રીના િસવિલ હોસ્પિટલે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલ દોડી આવ્યા હતા. બનાવથી શહેર પોલીસબેડામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.