તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચિલ્ડ્રન હોસ્પિટલમાં દોઝખ જેવી ગંદકી

ચિલ્ડ્રન હોસ્પિટલમાં દોઝખ જેવી ગંદકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલની મહત્તમ બારી-બારણાં પાનની પીચકારી અને થૂંકથી ભરાયેલા જોવા મળે છે. બારી-બારણાં સામે નજર પડ્યા બાદ કલાકો સુધી કોઇ વસ્તુ આરોગવી મુશ્કેલ બની જાય તેવો નજારો જોવા મળે છે.

હોસ્પિટલની અંદર બંને બાજુ બગીચો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ હાલની સ્થિતિ કંઇક જુદી છે, ગટરના ખુલ્લા ઢાંકણમાંથી પાણી બહાર વહે છે અને તેની દૂર-દૂર સુધી દુર્ગંધ ફેલાઇ છે.

હોસ્પિટલના નીચેના માળે લોકો માટે પાણીનું કૂલર રાખવામાં આવ્યું છે, પરંતુ કૂલર આસપાસની હાલત જોઇને પાણી પીવા કે ભરવાનું લોકો માંડી વાળે છે અને ના છૂટકે લોકોને બહારથી વેચાતું પાણી ખરીદવું પડે છે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેશવલાલ તલકચંદ શેઠ બાળકોની હોસ્પિટલ (કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ)ના પ્રવેશ દ્વારથી ગંદકીના દૃશ્યો જોવા મળે છે, હોસ્પિટલમાં જાણે કે સફાઇ માટેની વ્યવસ્થા હોય તેમ ચોમેર ગંદકી પથરાયેલી છે.