• Gujarati News
  • યુવાનને આપઘાતની ફરજ પાડનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો

યુવાનને આપઘાતની ફરજ પાડનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાથોરાળા વિસ્તારમાં નવેક દિવસ પૂર્વે મૃત્યુ પામનાર યુવાનના મૃત્યુ પાછળ વ્યાજખોરી કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું. થોરાળામાં રહેતો મુકેશ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.29) ગત 13 નવેમ્બરના દાઝી ગયો હતો. ચાલુ સ્ટવમાં કેરોસીન પૂરતી વખતે દાઝી ગયાનું તત્કાલીન સમયે યુવકે જણાવ્યું હતું અને 17 નવેમ્બરના તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક મુકેશના વિધવા માતા ધીરૂબેન રાઠોડે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ધીરૂબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુકેશ અગાઉ વિજયનગરમાં રહેતા ભાવેશ કાનજી સાગઠિયાના કારખાનામાં કામ કરતો હતો. તે સમયે ધીરૂબેને બીમાર પડતાં તેની સારવાર માટે મુકેશે કારખાનેદાર ભાવેશ પાસેથી રૂ.30 હજાર વ્યાજે લીધા હતા. બાદમાં ભાવેશે રૂ.60 હજારની માગ કરી વાંરવાર પઠાણી ઉઘરાણી કરતો હતો. જેનાથી કંટાળી મુકેશે પગલું ભરી લીધું હતું. પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.