• Gujarati News
  • ગીરગઢડાની લો કોલેજના 116 વિદ્યાર્થી કોપીકેસમાં કસુરવાર

ગીરગઢડાની લો કોલેજના 116 વિદ્યાર્થી કોપીકેસમાં કસુરવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાનીલો કોલેજના 116 વિદ્યાર્થીઓ ગત શનિવારે લેવાયેલા સેમેસ્ટર-1ના પેપર દરમિયાન પરીક્ષામાં ચોરી કરતા હોવાનું સ્પષ્ટ થયું છે. ચેકિંગ સ્કવોડના ઓબ્ઝર્વર અને તપાસ સમિતિએ આપેલા રિપોર્ટની છણાવટ કર્યા બાદ બુધવારે મળેલી મિટિંગના અંતે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું અને મામલો હવે એક્ઝામ ડિસિપ્લિનરી એક્શન કમિટીને સુપરત કરવામાં આવ્યો હોવાનું કાર્યકારી કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

ઓબ્ઝર્વર પ્રોફેસર રતિલાલ ડોબરિયાએ આપેલા રિપોર્ટમાં ચાર વિદ્યાર્થી ગેરહાજર હોવાનું મૌખિકમાં જણાવ્યું હતું. મામલે કેટલાક તત્ત્વોએ હોબાળો મચાવવાની કોશિશ કરી હતી, પરંતુ ઓબ્ઝર્વરનો રિપોર્ટ તેમજ તપાસ સમિતિના વડા સિન્ડિકેટ સભ્ય ડો.ચાવાલાના રિપોર્ટના અંતે 116 વિદ્યાર્થી લોની પરીક્ષા દરમિયાન કોપી કરતાં હોવાનું સ્પષ્ટ થયું છે. બુધવારે મળેલી બેઠકના અંતે હવે પછીથી મામલો ઇડીએસીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાર્યકારી કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, રેકોર્ડિંગની ત્રણ સીડી જપ્ત કરવામાં આવી છે. જેમાં શનિવાર અને સોમવાર અેમ બે દિવસનું પાંચ કલાકનું રેકોર્ડિંગ છે. માટે પણ એક કમિટી રચવામાં આવી છે. કમિટીના સભ્યો રેકોર્ડિંગ નિહાળ્યા બાદ રિપોર્ટ આપશે ત્યાર બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.