• Gujarati News
  • મુખ્યમંત્રી અને સાંસદ વચ્ચે મતભેદો યાર્ડના ઉદ્દઘાટન સમયથી

મુખ્યમંત્રી અને સાંસદ વચ્ચે મતભેદો યાર્ડના ઉદ્દઘાટન સમયથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાદડિયાએ મુખ્યમંત્રીનું

પ્રસારણ અડધેથી અટકાવ્યું

મિલ્કડે નિમિત્તે બુધવારે રાજકોટમાં જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ મુખ્યમંત્રી આનંદીબેનની અવગણના કરી મુખ્યમંત્રીના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ અટકાવી દઇ સ્થાનિક કાર્યક્રમ આગળ ધપાવતા ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને અનેકવિધ ચર્ચાઓ શરૂ થઇ હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને સાંસદ વિઠ્ઠલ રાદડિયા વચ્ચે ચાલી રહેલું શીતયુધ્ધ વકરી રહ્યાના સંદર્ભમાં બનાવને જોવાઇ રહ્યો છે.

મિલ્ક ડે નિમિત્તે રાજકોટ ડેરી દ્વારા વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમના પ્રમુખ સ્થાને પોરબંદરના સંસદ સભ્ય વિઠ્ઠલભાઇ રાદડિયા અને ઉદ્દઘાટક તરીકે પશુપાલન વિભાગના મંત્રી પરષોત્તમભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. બીજીબાજુ પાલનપુરમાં રાજ્યના મુખ્યમંત્રી અાનંદીબેન પટેલના પ્રમુખ સ્થાને મિલ્ક ડેની ઉજવણી થઇ હતી અને મુખ્યમંત્રીના પ્રવચનનું વીવીપીના હોલમાં પણ જીવંત પ્રસારણ કરવામાં આવતું હતું. બપોરે 12.15 વાગ્યે મુખ્યમંત્રી મહિલાઓના વિકાસ અને આંગણવાડીની વાતો કરી રહ્યા હતા ત્યારે રાજકોટના કાર્યક્રમમાં સ્ટેજ શોભાવી રહેલા સાંસદ રાદડિયાએ ઇશારો કરી કાર્યક્રમનું સંચાલન કરતી વ્યકિતને બોલાવી હતી અને થોડીજક્ષણમાં કાર્યક્રમના સંચાલકે પ્રસારણ અટકાવી દીધું હતું, અને કાર્યક્રમના ઉદ્દઘાટક પરષોત્તમભાઇ સોલંકીને માઇક સોંપી દીધું હતું.વિઠ્ઠલભાઇના ઇશારે મુખ્યમંત્રીનું વકતવ્ય અટકાવી દેવાતાં ત્યાં હાજર લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો. મુખ્યમંત્રીના ભાષણને અટકાવી પ્રોટોકોલનો ભંગ કરવા પાછળ કયું કારણ હોઇ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

કાર્યક્રમમાં સાંસદ અને મંત્રી સોલંકી વાતોમાં મશગૂલ થઇ ગયા હતા.

સાંસદ રાદડિયાએમુખ્યમંત્રી આનંદીબેન પટેલના પ્રવચનનું જીવંત પ્રસારણ અટકાવી દઇ વધુ અેક વિવાદ જગાડ્યો હતો. વિવાદ પાછળ બેડીના યાર્ડ કારણભૂત હોવાની પણ ચર્ચાઓ શરૂ થઇ હતી. યાર્ડના શાસક હરદેવસિંહ જાડેજા સહિતના આગેવાનો મહિનાઓ પૂર્વે યાર્ડનું ઉદ્દઘાટન ઇચ્છતા હતા. ત્રણ વખત તારીખ નક્કી થયા બાદ ઉદ્દઘાટન રદ થયું હતું. તાજેતરમાં મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે યાર્ડનું લોકાર્પણ થયું ત્યારે પણ વિઠ્ઠલભાઇ ઇચ્છતા હતા કે કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહે નહીં, પરંતુ મુખ્યમંત્રી હાજર રહ્યા અને યાર્ડના સુકાનીઓને બિરદાવ્યા પણ હતા ત્યારથી