• Gujarati News
  • ચેમ્પિયન એગ્રોના એમડી ~10 લાખ ઓળવી ગયા

ચેમ્પિયન એગ્રોના એમડી ~10 લાખ ઓળવી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાપર-વેરાવળમાંફેક્ટરી ધરાવતા ચેમ્પિયન એગ્રો લિ.ના એમ.ડી.ધીરૂભાઇ ઘૂસાભાઇ હીરપરા અને જીતેન્દ્ર ઘૂસાભાઇ હીરપરા સામે તાલાલા ગીરમાં આપેલી ચેમ્પિયન એગ્રોની ફ્રેન્ચાઇઝી રદ કર્યા પછી કરાર મુજબ ડિપોઝિટના 10 લાખ સહિતની રકમ પરત નહીં આપી ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

વિગત એવી છે કે, વાવડીમાં હાઇટેક નામની ફેક્ટરી ધરાવતા જીજ્ઞેશભાઇ લાલજીભાઇ દેવાણીએ મુખ્યમંત્રીના સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં ચેમ્પિયન એગ્રો લિ.ના એમડી સામે ફરિયાદ આપી હતી કે, તેના પિતાએ તાલાલા ગીરમાં ચેમ્પિયન એગ્રોની ફ્રેન્ચાઇઝી લીધી હતી. જે તે સમયે થયેલા કરાર મુજબ ફ્રેન્ચાઇઝી રદ થાય ત્યારે ડિપોઝિટ પેટે આપેલા રૂા.10 લાખ તેમજ વ્યાજ અને ટીડીએસ સહિતની રકમ પરત આપવામાં આવશે, પરંતુ ફ્રેન્ચાઈઝી રદ કર્યા પછી હીરપરાબંધુએ રકમ પરત આપીને છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યો હતો. લેખિત ફરિયાદ અંગે પોલીસને તપાસનો હુકમ કરવામાં અાવ્યો હતો. લેખિત ફરિયાદની તપાસમાં ગુનો બન્યો હોવાનું ખૂલતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ચેમ્પિયન એગ્રો લિ.ના એમ.ડી. ધીરૂ હીરપરા અને જીતેન્દ્ર હીરપરા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કરાર સહિતના દસ્તાવેજી પૂરાવા એકત્ર કરાયા પછી આરોપીની ધરપકડ કરાશે.