• Gujarati News
  • આંગડિયા કર્મીના ~ 5.50 લાખની લૂંટ

આંગડિયા કર્મીના ~ 5.50 લાખની લૂંટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાંહત્યા અને ફાયરિંગના બનાવો સતત બની રહ્યા છે ત્યારે બુધવારે રાત્રિના કનક રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને અાંતરી ફડાકા ઝીંકી બે લુટારુઓ રૂ.5.50 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી નાસી છૂટ્યા હતા.

શહેરમાં આવેલી પટેલ રાજેશકુમાર રમેશકુમાર આંગડિયા પેઢીમાં નોકરી કરતો રણજીતસિંહ રામુજી ચૌહાણ (ઉ.વ.35) બુધવારે રાત્રે પોણાઆઠ વાગ્યાના અરસામાં ગોંડલ રોડ પર આવેલી ઓફિસેથી સોનીબજારમાં આવેલી મુખ્ય ઓફિસે જવા બાઇક પર નીકળ્યો હતો. આંગડિયા કર્મચારી કોર્પોરેશન કચેરીથી કનક રોડ પર કાવેરી હોટેલ પાસે પહોંચ્યો હતો ત્યારે પાછળથી ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું, અને અકસ્માત કેમ કર્યો તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો.

અકસ્માતના બહાને ઝઘડો શરૂ કરનાર બંને શખ્સો બાઇક પરથી ઉતર્યા હતા અને રણજીતસિંહ ચૌહાણને ફડાકા ઝીંકવા લાગ્યા હતા. બાદમાં એક શખ્સ બાઇકમાં બેસી ગયો હતો અને બીજા શખ્સે આંગડિયા કર્મચારીનો રૂ.5.50 લાખની રોકડ ભરેલો થેલો આંચકી બંને શખ્સો થેલો લૂંટી કરણસિંહજી સ્કૂલ તરફ નાસી છૂટ્યા હતા.

સીસીટીવીકેમેરાના આધારે તપાસ

બંનેલુટારુઓ રણજીતસિંહ ચૌહાણનો ગોંડલ રોડ પરની ઓફિસેથી પીછો કરતા હોવાની પોલીસને શંકા છે, રણજીતસિંહ 20 વર્ષથી ઉપરોકત પેઢીમાં નોકરી કરે છે અને દરરોજ આવા સમયે નાણાં લઇ હેડ ઓફિસે જાય છે. લુટારુઓએ રેકી કર્યા બાદ ઓપરેશન પાર પાડ્યું હતું, તેમજ ઘટનાસ્થળ નજીક અને આસપાસના વિસ્તારની કેટલીક દુકાનોમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં લુટારુઓ કેદ થઇ ગયાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

બંને પાસે હથિયાર હોવાની શંકા

લુટારુઓનોભોગબનનાર આંગડિયા પેઢીના કર્મચારી રણજીતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, બંને શખ્સો ગુજરાતી બોલતા હતા અને 30 થી 35 વર્ષની વયના હતા. બંનેએ જાકીટ પહેર્યું હતું અને ઝઘડા દરમિયાન સતત જાકીટમાં હાથ નાખતાં હોય બંને પાસે હથિયાર હોવાની શંકા તેમણે વ્યકત કરી હતી.

વિકલાંગયુવકે પોલીસને વિગતો આપી

કાવેરીહોટેલનજીક જયાં લૂંટની ઘટના બની ત્યાં અનેક દુકાનો આવેલી છે. લૂંટની ઘટનાને અંજામ અપાયો ત્યારે મહત્તમ દુકાનો ખુલ્લી હતી અને આંગડિયા પેઢીના કર્મચારીને બંને શખ્સો મારકૂટ કરતા હતા તે દૃશ્ય અનેક લોકોએ જોયું હતું, પરંતુ પોલીસ પહોંચી ત્યારે અનેક વેપારીઓ દુકાનને તાળાં મારી જતા રહ્યા હતા અન્ય કેટલાકે મૌનસેવી લીધું હતું, પરંતુ ત્યાં ફૂટપાથ પર રહેલા અપંગ મહિપત દેવીપૂજકે ઘટનાને પોતે નજરે નિહાળ