• Gujarati News
  • મનપામાં છેલ્લે મુદત વધાર્યાના 11 દિવસમાં 700 પ્લાન મુકાયા

મનપામાં છેલ્લે મુદત વધાર્યાના 11 દિવસમાં 700 પ્લાન મુકાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનપામાં છેલ્લે મુદત વધાર્યાના 11 દિવસમાં 700 પ્લાન મુકાયા

ઇન્ફ્રાસ્ટ્રક્ચરરિપોર્ટર | રાજકોટ

રાજકોટમનપા વિસ્તારમાં બાંધકામના નિયમોમાં નવા જીડીસીઆરનો અમલ અંતે શરૂ કરી દેવાયો છે. અગાઉ 11 દિવસની મુદત વધારાઇ હતી. જે તા.11મીએ પૂર્ણ થઇ ચૂકી છે અને સાથે જૂના જીડીસીઆરના નિયમ મુજબના બાંધકામ પ્લાન ઇનવર્ડ કરવાનું મનપાએ બંધ કરી દીધું છે. મુદત વધારાના 11 દિવસમાં 700 જેટલા પ્લાન ઇનવર્ડ થયા છે.

નવા જીડીસીઆર સામે આમ તો બિલ્ડર લોબીથી માંડી આમપ્રજામાં પણ જબરો વિરોધ છે. નવા નિયમમાં અનેક પ્રકારની વિસંગતતા છે. સૌથી મોટી નુકસાની મધ્યમવર્ગના લોકોને થવાની છે. 80 ચો.મી.થી લઇને 400 ચો.મી. પ્લોટ એરિયામાં થનાર બાંધકામમાં નવા નિયમમાં સીધી 10 ટકા જેટલી કાતર મુકાઇ જવાની છે. મળવાપાત્ર બાંધકામ 10 ટકા ઓછું થઇ જવાનું છે.

અગાઉ નવો જીડીસીઆર 1 એપ્રિલથી લાગુ થવાનો હતો પરંતુ વિરોધ વચ્ચે મનપાએ અમુક વિસંગતતા ચકાસવા, અભ્યાસ કરવા મુદત 11 દિવસ વધારી હતી. મુદત તા.11મી એપ્રિલે પૂરી થતા મનપાએ જૂના જીડીસીઆર મુજબના બાંધકામ પ્લાન લેવાનું બંધ કરી દીધું છે. 11 દિવસમાં 700થી વધુ પ્લાન ઇનવર્ડ થઇ ચૂક્યા છે.

નવા GDCRનો અમલ શરૂ, જૂના બાંધકામ પ્લાન લેવાનું બંધ