• Gujarati News
  • ખાદ્યપદાર્થોના કેસમાં આઠ વેપારીઓ દંડાયા

ખાદ્યપદાર્થોના કેસમાં આઠ વેપારીઓ દંડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટજિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ વેપારી પેઢીઓમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના નમૂના ફેલ થતાં તેમની સામે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર તથા એજ્યુકેટિંગ ઓફિસરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસો ચાલી જતા રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એચ.એમ.વોરા દ્વારા સરધારના શ્રીરામ જાંબુના અલ્પેશ કક્કડને રૂ.5 હજાર, શાપરના સિંધુ એગ્રી ઇમ્પેક્સને રૂ.10 હજાર, જસદણના મહેશ્વરી ઓઇલ મિલના માલિક હરિભાઇ સતાણીને રૂ.51 હજાર, જસદણની દામોદર ઓઇલ મિલને રૂ.11 હજાર (નમૂનો આપનાર દરેકને રૂ.3 હજાર), કોઠારિયાના જલારામ એન્ટરપ્રાઇઝને રૂ.30 હજાર, રસિકલાલ છગનલાલ હીરપરાને રૂ.35 હજાર, ગોંડલની પૂજારા પ્રોટિન્સને રૂ.25 હજાર અને જસદણની મીરા પ્રોવિઝન સ્ટોરના માલિક જયસુખભાઇ ગોટીને રૂ.25 હજાર દંડ ભરવા હુકમ કર્યો હતો.