• Gujarati News
  • શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં
ઝાપટાંરૂપી વરસાદ વરસ્યો
અમરેલી, રાજકોટ, જામનગરમાં મેઘમહેર
સૌરાષ્ટ્રમાં સોમવાર સવારથી પલટાયેલા વતાવરણ વરચે અમરેલી, જામનગર અને રાજકોટ જિલ્લામાં સામાન્ય ઝાપટાંરૂપે વરસાદ થયો હતો. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી શુક્રવાર સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
અમરેલી જિલ્લામાં આજે ફરી હવામાનમાં બદલાવ આવ્યો હતો અને સવારથી આકાશ વાદળછાયું બની ગયું હતું. જો કે મોડી સાંજ સુધી અમરેલીમાં માત્ર આકાશમાંથી હળવા છાંટા પડતા રાા હતા. અમરેલીમાં સાંજ સુધીમાં નામમાત્રનો એક મીમી વરસાદ નોંધાયો હતો. કુંકાવાવ સહિત જિલ્લાભરમાં આવી જ રીતે છુટાછવાયા છાંટા પડયા હતા.
જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે સવારથી હવામાન પલટાયું હતું અને છેલ્લા ત્રણ દિવસના ભાદરવાના આકારા તાપ બાદ એકાએક આકાશ વાદળછાયું જોવા મળતું હતું અને અસા વરસાદી બફારા વરચેના અનુભવ વરચે માત્ર છૂટાછવાયા છાંટા જામનગર શહેર અને જિલ્લાના વિસ્તારોમાં તેમજ દ્વારકા જિલ્લામાં પડયા હતા.
આવી જ રીતે પોરબંદર જિલ્લામાં પણ આખો દિવસ ધ્રાબડિયું વાતાવરણ રહેવા સાથે સામાન્ય વરસાદ થયો હતો. રાજકોટ જિલ્લામાં પણ જસદણ, ગોંડલ, જેતપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.