• Gujarati News
  • કનૈયા ચોકમાં યુવાન પર છરીથી હુમલો, ચાર રાઉન્ડ ફાયરિંગ

કનૈયા ચોકમાં યુવાન પર છરીથી હુમલો, ચાર રાઉન્ડ ફાયરિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રૈયારોડ પર કનૈયાચોકમાં સોમવારે રાત્રિના પોણા બાર વાગ્યાના સુમારે પસાર થતાં યુવાન પર બે શખ્સોએ છરીથી હુમલો કર્યોહતો. આ બનાવમાં ચાર રાઉન્ડ ફાયરિંગ પણ થયાનું પોલીસ સૂત્રો જણાવે છે. મોડીરાત્રે કનૈયા ચોક વિસ્તારમાં ડખ્ખો થતાં શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલા ગુણાણીત-૧માં રહેતા રાવતભાઈ કાળાભાઈ મકવાણા નામનો ૪૦ વર્ષનો યુવાન સોમવારે રાત્રીના પોણા બાર વાગ્યાના સુમારે કનૈયા ચોકમાં હતો ત્યારે રાજુ રામ અને તેનો ભાઈ નીરુ રામ નામના બે શખ્સો ધસી આવ્યા હતા અને રાવત પર છરીથી હુમલો કર્યોહતો. આ ઝઘડામાં હુમલાખોરોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ પીએસઆઈ હડિયાએ જણાવ્યું હતું. સરાજાહેર થયેલા હુમલાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, હુમલા પાછળ ગણેશ વિસર્જન વેળાએ થયેલી બબાલ કારણભૂત છે. આ બનાવ અંગે પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
સોમવારે મોડીરાત્રે કનૈયાચોકમાં એકઠા થયેલા ટોળાં.