• Gujarati News
  • પોલ ખોલ કાર્યક્રમમાં તંત્રના સ્માટર્ સિટીની અતિ વરવી વાસ્તવિકતા સામે આવી

પોલ ખોલ કાર્યક્રમમાં તંત્રના સ્માટર્ સિટીની અતિ વરવી વાસ્તવિકતા સામે આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળા નં.૬૬ના ૧૨૦૦ ભૂલકાં ટાંકીનું પાણી પીવે છે
એચ.જે.સ્ટીલનું પ્રદૂષણ ભૂગર્ભમાં ઠલવાતા લાઇન ચોકઅપ
બાલક્રીડાંગણમાં તબેલો, ચોમેર ગંદકી
વધુ એક વખત કોંગ્રેસે વોર્ડ નં.૧૭માં સ્વરછતા અભિયાનની પોલ ખોલી
રાજકોટ મનપાના શાસકો માનવી ત્યાં સુવિધાના જે દાવા કરે છે તેની સામે વિપ ા કોંગ્રેસે પોલ ખોલ ઝુંબેશ શરૂ કરી છે. વોર્ડ નં.૧૭માં વિપ ાી નેતા ગાયત્રીબા વાધેલા ટીમ સાથે ગયા હતા ત્યારે દૂધસાગર રોડ પર આવેલા હૈદરી ચોક પાસેના બાલક્રીડાંગણમાં ભૂલકાંઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનું સામે આવ્યું હતું. બગીચામાં ગંદકીના ગંજ ખડકાયેલા હતા. બગીચામાં ઘોડાનો તબેલો પણ બની ગયો હતો.
કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.૧૭માં પોલખોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દૂધસાગર રોડ પર આવેલા હૈદરી ચોક પાસે વોર્ડ ઓફિસની બાજુમાં જ આવેલા બાલક્રીડાંગણની બદતર હાલત સામે આવી હતી. બગીચામાંથી મરછરોના ઝૂંડ સાથે ગંદકીના ગંજ નીકળ્યા હતા. એટલું જ નહીં બગીચામાં કોઇ શખ્સે પતરાંના છાપરાવાળી ઓરડી બનાવીને તેમા ઘોડા રાખ્યા હતા. બાલક્રીડાંગણ ઉપરાંત ભગવતી સોસાયટી, લાખાજીરાજ સોસાયટી, માંડાડુંગર, ભીમરાવનગર, શિવાજીનગર સહિતના વિસ્તારોમાં છેલ્લાં એક મહિનાથી કચરો ઉપડયો નથી.
બગીચામાં ગંદકીના ઢગલા
રાજકોટ મનપા સંચાલિત શાળા નં.૬૬માં આર.ઓ.પ્લાન્ટ નખાયેલો ન હોય ૧૨૦૦ ભૂલકાંઓ અગાસીમાં રખાયેલી અને વર્ષોથી સાફ ન થયેલી ટાંકીનું પાણી પીતા હોવાનું કોંગ્રસના પોલ ખોલ કાર્યક્રમમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત ૩પ શિ ાકોની ઘટ છે. મઘ્યાહ્ન ભોજનમાં છેલ્લાં બે મહિનામાં માત્ર ૩ જ વખત રોટલી જોવા મળી છે! મઘ્યાહ્ન ભોજન ખુલ્લા પ્લોટમાં પીરસવામાં આવે છે. આ ઉપરાંત લેબમાં કમ્પ્યુટરના સાધનો તો આવી ગયા છે, પરંતુ તાલીમ પામેલા શિ ાકના બદલે અન્ય શિ ાકો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રાું છે. હાલમાં તો બાળકો માટે શિ ાણનું સ્તર કથળ્યું છે. સાથો સાથ આરોગ્ય બાબતે પણ તંત્ર બેદરકાર છે.
ભગવતી સોસાયટી સહિતના વિસ્તારોના રહેવાસીઓએ એવી ફરિયાદ કરી હતી કે, એચ.જે.સ્ટીલમાંથી નીકળતો કદડો અને કેમિકલયુકત પ્રદૂષણ સીધુ જ ભૂગર્ભ ગટરમાં ઠલવાતા લાઇન ચોકઅપ થઇ ગઇ છે. પરિણામે સોસાયટી વિસ્તારની ભૂગર્ભગટર સતત ઊભરાઇ છે. કારખાનાનું ભૂગર્ભ જોડાણ અગાઉ મનપાએ એકવખત સીલ પણ કરી નાખ્યું હોવાનું રહેવાસીઓએ જણાવ્યું હતું.