તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાઇક પરથી પટકાયેલા મહિલાનું મોત

બાઇક પરથી પટકાયેલા મહિલાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનામોટી કંસારી ગામે રહેતા લાડુબેન દેવરાજભાઇ વાજા (ઉ.વ.42) ગત 2જી ઓક્ટોબરના તેમના પતિ દેવરાજભાઇના બાઇક પાછળ બેસીને ધરમપુરથી પોતાના ગામ જવા નીકળ્યા હતા ત્યારે ગળોદર નજીક કોઇ કારણસર બાઇક સ્લીપ થઇ ગયું હતું. બાઇક સ્લીપ થતાં તેના પરથી પટકાયેલા લાડુબેનને ગંભીર ઇજા થતાં તેમને જૂનાગઢ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત નિવડી નહોતી અને તેમનું મોત નીપજ્યું હતું.