તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખંડણીખોર ગેંગનો સભ્ય પાસાના પીંજરે પુરાયો

ખંડણીખોર ગેંગનો સભ્ય પાસાના પીંજરે પુરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભકિતનગરસ્ટેશન પ્લોટમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસોમાં તોડફોડ કરી રૂા.22 હજારની લૂંટ કરનાર અર્જુન લાવડિયા અને તેની ગેંગ સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ગેંગના સાગરીતની પાસા હેઠળ ધરપકડ કરી તેને સુરત જેલહવાલે કરી દીધો હતો. જોકે, બનાવને દોઢ મહિનાે વીતી ગયો હોવા છતા પોલીસ કેસના અડધો ડઝનથી વધુ આરોપીઓને હજુ સુધી પકડી શકી નથી.

સ્ટેશન પ્લોટમાં આવેલી સાંઇ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં તોડફોડ કરી રૂા.22 હજારની લૂંટ ચલાવવા ઉપરાંત અર્જુન લાવડિયા અને તેની ગેંગે અનેક ઓફિસમાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હોય પોલીસે ફૂટેજ ચેક કરતા અનેક લોકોની સંડોવણી બહાર આવી હતી. પોલીસે તત્કાલીન સમયે ગેંગ લીડર અર્જુન લાવડિયાને દબોચી લીધા બાદ અન્ય ચારની પણ ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. જોકે, રામ પીઠિયા, મુન્નો અને ભરત આંબલિયા સહિત અડધો ડઝન આરોપીઓ હજુ પણ પોલીસ પક્કડથી દૂર રહ્યા છે.

દરમિયાન ધરપકડ બાદ જેલહવાલે થયેલો આરોપી હિતેષ રાવત હુંબલ જામીન પર છુટ્યો હતો. હિતેષ જામીન પર છૂટતા પોલીસે તેની ધરપકડ કરી તેને પાસા હેઠળ સુરત જેલહવાલે કરી દીધો હતો. કેટલાક પોલીસમેન અને લુખ્ખાઓની સાઠગાંઠના અનેક પુરાવા પણ વેપારીઓ પાસે હોવાનું બહાર આવ્યું હતું સંજોગોમાં હજુ પણ અડધો ડઝન અારોપીઓની ધરપકડ નહીં થતાં ફરીથી પોલીસની નીતિ સામે અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.