તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તાપમાન 35 ડિગ્રી, હજુ 3 દી’ વરસાદની આગાહી

તાપમાન 35 ડિગ્રી, હજુ 3 દી’ વરસાદની આગાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટસહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો છેલ્લાં ત્રણ દિવસથી 35 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. તેમજ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના ચોક્કસ વિસ્તારોને બાદ કરતા આકાશ ખુલ્લું રહેશે. અમુક સ્થળે ઝાપટાંથી માંડી એક ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત શુક્રવારથી મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. રવિવારે પણ રાજકોટનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લાં 72 કલાકમાં 1 ડિગ્રીની વધઘટ થઇ હતી.