તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરકારી કચેરીઓમાં રજાના કારણે અરજદારો પરેશાન

સરકારી કચેરીઓમાં રજાના કારણે અરજદારો પરેશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીસરકારી કચેરીઓમાં સોમવારે પણ બકરી ઇદની રજા હોય સતત પાંચ દિવસથી વહીવટી કાર્ય ઠપ થઇ ગયું છે અને સરકારી કચેરીઓમાં કામકાજ માટે આવનાર અરજદારોની હાલત રજાના કારણે કફોડી બની છે.

રાજકોટ શહેર-જિલ્લામાં ગત 2જી ઓક્ટોબરને ગાંધી જયંતીથી સરકારી કચેરીઓમાં મિનિ વેકેશનનો પ્રારંભ થયો હતો. ગાંધી જયંતી બાદ 3જી ઓક્ટોબરે દશેરાની રજા અને 6ઠ્ઠી ઓક્ટોબરે બકરી ઇદની રજા હોય મોટાભાગના સરકારી કર્મચારીઓ શનિવારની રજા મૂકી 5 દિવસનું મિનિ વેકેશન માણવા નજીકના સ્થળોએ સહેલગાહે અથવા સગા-સંબંધીઓની મુલાકાતે ઉપડી ગયા હતા. જેના કારણે શનિવારે કલેક્ટર કચેરી, બહુમાળીભવન, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં બાબુઓની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી. એક તરફ રાજકોટ શહેરમાં પશ્ચિમ બેઠકની વિધાનસભાની ચૂંટણીના ધમધમાટને કારણે મોટાભાગનું વહીવટીતંત્ર તેમાં રોકાયેલું છે ત્યારે બીજી બાજુ, સતત 5 દિવસની રજા આવતા શહેરના વિકાસકાર્યોને પણ બ્રેક લાગી ગઇ છે અને રોડ, રસ્તા, ગટર, પાણી, રાશનકાર્ડ, આવકના દાખલા, ક્રિમિલિયર-નોનક્રિમિલિયર દાખલા, જાતિ અંગેના દાખલા સહિતની કામગીરીઓ પણ રજાના કારણે અટકી પડતાં સંખ્યાબંધ અરજદારો હેરાન-પરેશાન થઇ પડ્યા છે. મોટાભાગની સરકારી કચેરીઓમાં શનિવારે પણ રજાનો માહોલ જોવા મળી રહ્યો હતો.