તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સારવારના અભાવે તડપે છે બાળદર્દીઓ

સારવારના અભાવે તડપે છે બાળદર્દીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનેએઇમ્સ સૌરાષ્ટ્રના લાખો લોકોના જીવન-મરણનો મુદ્દો બન્યો છે, રાજકોટની હોસ્પિટલોમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે, પરંતુ યોગ્ય સારવારના અભાવે દર્દીઓની હાલત કફોડી બને છે, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં અનેક દિવસોથી દાખલ બાળકોને સારવાર નહીં મળતી હોવાનો તેના પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો હતો.

બામણબોરમાં રહેતા અમરાભાઇની દોઢવર્ષની પુત્રી ગોપીને લોહીના ટકા ઘટી જતાં દિવસથી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, કાલાવડના જસાપરની દોઢવર્ષની તમન્ના ચંદુભાઇ સોલંકીને તાવ-આંચકીને કારણે ત્રણ દિવસથી દાખલ કરવામાં આવી છે અને રૈયારોડ પરની રામાપીર ચોકડી પાસે રહેતો બે વર્ષનો લાલો કૈલાશભાઇ બે દિવસથી તાવની બીમારી સબબ દાખલ છે.

ત્રણેય બાળદર્દીના પરિવારજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તાવ જેવી સામાન્ય બીમારી હોવા છતાં બાળકોની પૂરતી સારવાર થતી નથી, એટલું નહીં શેની સારવાર થઇ રહી છે, સારવાર કયાં પહોંચી અને કેટલાક દિવસ દાખલ રહેવું પડશે તે અંગેની કોઇ વિગત તબીબો કે નર્સિંગ સ્ટાફ દ્વારા દેવાતી નથી. દોઢવર્ષની ગોપીને બાટલો ચડાવવાનો છે અને તે માટે બે દિવસ પૂર્વે તેને નીડલ ચડાવવામાં આવી હતી, પરંતુ બીમારીને કારણે ચીડાયેલી માસૂમ ગોપીએ નીડલ કાઢી નાખતાં નર્સિંગ સ્ટાફે તેના પરિવારજનોનો ઉધડો લીધો હતો અને બે દિવસ થવા છતાં હજુ સુધી બાળકીને બાટલો ચડાવવામાં આવ્યો નથી. બાળકની સહજ ભૂલ સામે તબીબો-નર્સિંગ સ્ટાફની જીદને કારણે બાળકો પીડાઇ રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ છે, ગુજરાતમાં એઇમ્સની સ્થાપના થવાની જાહેર થઇ તે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી માગ ઊઠી છે કે એઇમ્સ તો રાજકોટને મળવી જોઇએ. સૌરાષ્ટ્રનું પાટનગર હોવા છતાં રાજકોટમાં તબીબી ક્ષેત્રે પૂરતો વિકાસ થયો નથી અને સરકારી હોસ્પિટલમાં આશ્વાસન મળતું હોય તેવી સ્થિતિમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે રાજકોટને એઇમ્સ મળવી જોઇએ.

XR¨¦W ¤WW©ITMZÈ£WcäW

A¥WyWc ýcCAc AcC¥©W...