• Gujarati News
  • શ્રીકૃષ્ણની સ્વરગંગા વેણુ ગીતમ્ કથાનો પ્રારંભ

શ્રીકૃષ્ણની સ્વરગંગા વેણુ ગીતમ્ કથાનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાઠિયાવાડજિમખાના ખાતે શનિવાર 11 એપ્રિલથી શ્રીમદ્દ ભાગવતના દસમસ્કંધ અને ભગવાન શ્રીકૃષ્ણની સ્વરગંગા વેણુ ગીતમ્ કથાનો સેંકડો વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ભાવભેર આરંભ થયો હતો. કથા આરંભ પૂર્વે લક્ષ્મીવાડી શેરી નં.7 ખાતેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જે ગોસ્વામી બાળકોની ઉપસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. યાત્રા આગળ બાઇકસવારો, બાદમાં શણગારેલી બગીઓ, કીર્તનમંડળી, રાસ લેતી વૈષ્ણવ મહિલાઓ અને પદયાત્રીઓ જોડાયા હતા. રસ્તામાં ઠેર-ઠેર પોથીયાત્રાનું સ્વાગત કરાયુું હતું.

પોથીયાત્રા બપોરે કાઠિયાવાડ જિમખાના ખાતે ઊભા કરાયેલા વ્રજધામમાં પહોંચી ત્યારે મનોરથી પરિવારો દ્વારા પૂજન, આરતી બાદ કથાનો મંગલ આરંભ થયો હતો. પ્રથમ દિવસની કથા પૂર્ણાહુતિ બાદ સાંજે 6 વાગ્યે ફૂલના બંગલામાં, ફૂલની સાંજીના મનોરથની ઝાંખી યોજાઇ હતી.

જ્યારે, રવિવારે વિવાહખેલના મનોરથની ઉજવણી કરવામાં આવશે. મદનમોહનજીની પ્રેરણા, સપ્તમ પીઠાધિશ્વર ગોસ્વામી ઘનશ્યામલાલજીના આશીર્વાદથી મદનમોહનજી હવેલી લક્ષ્મીવાડીના ઉપક્રમે ગુસાંઇજીના પંચ શતાબ્દીના ઉપલક્ષ્યમાં વડોદરાના હરિરાયજી મહોદયના વ્યાસાસને કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું.

કથા આરંભ પૂર્વે ગોસ્વામી બાળકોની ઉપસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.

કથાઆરંભ