• Gujarati News
  • પ્રૌઢ પર મહિલા સહિત ત્રણનો હુમલો

પ્રૌઢ પર મહિલા સહિત ત્રણનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગાયકવાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી મહિલા સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. ગાયકવાડી-8માં રહેતા ગજેન્દ્રકુમાર મદનલાલ ગુપ્તાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પાડોશમાં રહેતી સીમાબેન સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ધર્મેન્દ્ર મદનલાલ ગુપ્તા, હિતેશ ધર્મેન્દ્રભાઈ ગુપ્તા તથા સીમાબેન સહિતનાએ ધોકાથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.

જ્યારે અન્ય એક બનાવમાં માર્કેટ યાર્ડ પાસે રહેતા શારદાબેન મહેશભાઈ નામની પરિણીતા શનિવારે પરોઢિયે ગાર્ડન રેસ્ટોરન્ટ પાસેની શેરીમાં હતા ત્યારે ધસી આવેલા બે શખ્સોએ તુ અત્યારે અહીંયા શું કરે છે તેમ કહીને લાકડીથી ફટકારી હતી. જેથી ઘવાયેલી પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાઈ હતી.