• Gujarati News
  • અગાઉ વેચાયેલું મકાન ફરી વેચી ~ 33 લાખની ઠગાઇ

અગાઉ વેચાયેલું મકાન ફરી વેચી ~ 33 લાખની ઠગાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરચોકડી પાસે આવેલું મકાન અગાઉ વેચી દીધું હોવા છતાં ત્રણ શખ્સોએ એજ મકાન જંકશન વિસ્તારમાં રહેતી મહિલાને બીજીવાર વેચી રૂ.33 લાખની છેતરપિંડી આચરી હતી.

અંગે જંક્શન વિસ્તારમાં વૃજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા અલ્કાબેન મનસુખભાઇ લુણાગરિયા (ઉ.વ.31)એ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી પાસે મનહરપુરમાં રહેતા અરવિંદ બચુ ડવ, જાનુબેન અરવિંદ ડવ અને અજય અરવિંદ ડવના નામ આપ્યા હતા. અલ્કાબેન લુણાગરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી ત્રિપુટીએ પોતાની માલિકીના મકાનનું અગાઉ બીજાના નામે કુલમુખત્યારનામું કરી વેચાણ કરી દીધું હતું. બાબત છુપાવીને અલ્કાબેનને એજ મકાન રૂ.33 લાખમાં વેચી તેમની પાસેથી રકમ મેળવી લીધી હતી. પોતે છેતરાયાની જાણ થતા અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી.

મહિલાની મરણમૂડી સમાન નાણા ત્રણ શખ્સો ચાઉં કરી જતાં લુણાગરિયા પરિવારની હાલત કફોડી બની હતી. પોલીસે ઉપરોક્ત શખ્સોની શોધખોળ કરવા તેમજ અગાઉ જેને મકાન વેચ્યું હતું તેનું નિવેદન લેવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.