• Gujarati News
  • પત્નીના હત્યારાએ સસરા પાસે ~ 2 લાખ માગ્યાં હતાં

પત્નીના હત્યારાએ સસરા પાસે ~ 2 લાખ માગ્યાં હતાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલરોડ ઉપર ખોડિયારનગરમાં પખવાડિયા પૂર્વે મધ્યપ્રદેશની ગીતા વિશ્વકર્માની ગળું કાપીને હત્યા કરવાના ગુનામાં પતિ બલરામ રામપ્રકાશ વિશ્વકર્મા હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. પત્ની ગમતી હોવા છતાં પરિવારના દબાણથી લગ્ન કર્યા બાદ વારંવાર ઝઘડા થતાં હોવાથી નિદ્રાધીન પત્નીનું છરીથી ગળું કાપીને હત્યા કરી હતી. દરમિયાન પોલીસે મૃતક ગીતાના પિતાનું નિવેદન નોંધતા તેમણે રડતા રડતા જણાવ્યું હતું કે પુત્રીની હત્યા કર્યા પહેલાં જમાઇએ ફોન કરીને દહેજમાં 2 લાખ રોકડા તેમજ બાઇકની માગણી કરી હતી. પુત્રીના સુખ માટે તે પૈસા આપવા તૈયાર થઇ ગયા હતા.બાઇક લઇ આપવાની બાહેંધરી આપી એના બીજા દિવસે મારી પુત્રીને જમાઇએ મારી નાખી હતી.