• Gujarati News
  • જેલમાં કેદીની હત્યા થયાના 8 વર્ષે સ્ટાફ સામે ગુનો નોંધાયો

જેલમાં કેદીની હત્યા થયાના 8 વર્ષે સ્ટાફ સામે ગુનો નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટજેલમાં 2006માં વડોદરાના કેદી નગીનભાઇ ડાયાભાઇના થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગે સીઆઇડી ક્રાઇમ,રાજકોટ દ્વારા થયેલી તપાસમાં બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થતાં બનાવના આઠ વર્ષ પછી જેલના સુબેદાર અને તેને મદદ કરનાર સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે હત્યાનો આરોપ મુકવામાં આવ્યો છે સુબેદાર વૃજલાલ મોરારજીભાઇ ધારેજિયાનું નિવૃત્તિ બાદ કેન્સરની બીમારીથી મૃત્યુ થયાની માહિતી મળી હતી.

કેદી નગીનભાઇ ઠાકોરની 2006માં હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. રજા અપાયા બાદ તબિયત લથડતાં તેને 30મી મે 2006ના રોજ ફરી વખત હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવારના અંતે તેનું મૃત્યુ થયું હતું. મૃતકના શરીર ઉપર ઇજાના અનેક નિશાન હોવાથી તેની પત્નીએ જેલના સ્ટાફના મારથી પતિનું મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો હતો.

તપાસ સીઆઇડી ક્રાઇમને સોપાયા બાદ પીઆઇ આર.જી.રાણા, રાઇટર અશોકભાઇ જોષી, મદદનીશ પ્રદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે બારીકાઇથી તપાસ કરી હતી. તબીબના રિપોર્ટ મુજબ નગીનભાઇના શરીર ઉપર ગંભીર ઇજાના એકથી વધુ નિશાન હતા અને તેનું મૃત્યુ મારના કારણે થયું હતું. રિપોર્ટના આધારે પીઆઇ રાણાએ સરકાર તરફે ફરિયાદી બની જેલના સુબેદાર વૃજલાલ મોરારજી ધારેજિયા (રહે,રેલનગર-2,રાજકોટ) અને તપાસમાં ખૂલે તે જેલના સ્ટાફ સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. બીજી તરફ સુબેદારનું પણ નિવૃત્તિ બાદ કેન્સરની બીમારીમાં મૃત્યુ થયાનું ખૂલતા હત્યામાં સામેલ જેલના અન્ય સ્ટાફની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.