• Gujarati News
  • 31 વિદ્યાર્થી ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયા

31 વિદ્યાર્થી ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
12 ખંડ નિરીક્ષકો સામે તોળાતાં પગલાં

શિક્ષણબોર્ડ દ્વારા માર્ચ-2014થી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા સીસીટીવી કેમેરા અને ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને તેના પરિણામે ઓક્ટોબર 2014માં લેવાયેલી વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર 1 અને 3ની પરીક્ષામાં ચોરી કરતા 31 વિદ્યાર્થીઓને ઓળખી કાઢવામાં આવ્યાનું નાયબ નિયામકે જણાવ્યું છે. ગેરરીતિ કરવામાં મદદરૂપ થનાર અને સુપરવિઝનમાં બેદરકારી દાખવનાર 12 ખંડ નિરીક્ષકો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં તેમની સામે પગલાં તોળાઇ રહ્યા છે. વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં સીસીટીવી કેમેરા અને ટેબ્લેટનો પ્રયોગ સફળ થતાં અને ગેરરીતિનું પ્રમાણ ઘટશે.

નિષ્કાળજી દર્શાવનાર ખંડ નિરીક્ષકની વિગત

જિલ્લાનુંનામ સંખ્યા

પોરબંદર 2

મહિસાગર6

પંચમહાલ3

મહેસાણા1

ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થી

જિલ્લાે સેમે.1 સેમે.3

પોરબંદર 71

ગીરસોમનાથ0 1

મહિસાગર75

પંચમહાલ33

સાબરકાંઠા02

મહેસાણા20