• Gujarati News
  • ટેન્કરયુગમાં જીવતા રૈયાધારમાં પાણીની હોળી, રહેવાસીઓ મનપામાં ધસી આવ્યા

ટેન્કરયુગમાં જીવતા રૈયાધારમાં પાણીની હોળી, રહેવાસીઓ મનપામાં ધસી આવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમનપાના શાસકો સમયાંતરે એવા દાવા કરે છે કે, માનવી ત્યાં સુવિધા સુપેરે અપાય છે. જુઠાણાનો પરપોટો ફોડતી વાસ્તવિક્તા શહેરના છેવાડાના રૈયાધાર વિસ્તારની છે. વિસ્તાર આજે પણ પીવાના પાણી માટે ટેન્કરયુગમાં જીવે છે. છેલ્લાં ઘણા સમયથી દર ત્રણ દિવસના બદલે સપ્તાહમાં એક વખત ટેન્કર આવતું હોય પાણી માટે વલખાં મારતી મહિલાઓ સહિતના રહેવાસીઓનું ટોળું મનપા કચેરીએ ધસી આવ્યું હતું.

રૈયાધાર વિસ્તારમાંથી અંદાજે 70થી વધુ મહિલાઓનું ટોળું મનપા કચેરીએ રોષ ઠાલવવા આવ્યું હતું. વોટરવકર્સ શાખા સંભાળતા સિટી ઇજનેર વી.સી.રાજ્યગુરુ સમક્ષ એવી ઉગ્ર રજૂઆત કરી હતી કે, વર્ષોથી વિસ્તારને અન્યાય કરવામાં આવી રહ્યો છે. પાણીની પાઇપલાઇન નાખવાની માગણી સંતોષવાનું દૂરનું રહ્યું ટેન્કર પણ નિયમિત આવતા નથી. છેલ્લાં ઘણા સમયથી અઠવાડિયે એકવખત માંડ આવે છે અને પણ અધૂરું ટેન્કર આવે છે. આવી સ્થિતિમાં વપરાશ માટેના પાણીની વાતદૂર રહી, પીવાના પાણી માટે મહિલાઓને બેડાં લઇને શોધવા ભટકવું પડે છે.

મહિલા અને વિજિલન્સ પોલીસ સાથે ચકમક ઝરી

કોર્પોરેટર કહે છે, તમારા મત અમને ક્યાં મળે છેω

ટોળું મનપાકચેરીમાં આવ્યું સાથે વિજિલન્સ પોલીસનો બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો. કમિશનર બ્રાન્ચમાં ટોળાંને પ્રવેશવા દેવામાં આવતા મહિલા વિજિલન્સ પોલીસ અને ટોળાં વચ્ચે ચકમક ઝરી હતી.

મહિલાઓએ જણાવ્યુંહતું કે, રૈયાધાર વિસ્તાર જે વોર્ડમાં આવે છે તેના કોર્પોરેટર બાબુભાઇ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા ત્યારે તેમણે એવો ઉધ્ધતાઇ ભર્યો જવાબ આપ્યો હતો કે, તમારા વિસ્તારમાંથી કોંગ્રેસને મત મળે છે. અમને ક્યાં મત આપો છો.