• Gujarati News
  • સર્ચ કમિટીની બેઠક રદ, હવે દિવાળી બાદ મળશે

સર્ચ કમિટીની બેઠક રદ, હવે દિવાળી બાદ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર)
> કાર્યકારી કુલપતિ ડો. ચૌહાણ લાભપાંચમ સુધી સંભવત: ચાર્જમાં રહેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક કરવા માટે રચાયેલી સર્ચ કમિટીની બેઠક 20મી ઓક્ટોબરે મળવાની હતી. જો કે, કોઇ કારણોસર બેઠક યોજવાનું અચાનક કેન્સલ કરી નાખવામાં આવ્યું છે. હવે દીપાવલીના તહેવારો બાદ બેઠક મળશે અને 3 નામો ફાઇનલ કરીને કુલાધિપતિને મોકલી અપાશે. ત્યારબાદ, રાજ્ય સરકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિના નામની જાહેરાત કરશે.
કાર્યકારી કુલપતિ તરીકે ડો. પ્રતાપસિંહ ચૌહાણની વરણી થઇ ચૂકી છે. તેઓ લાભપાંચમ સુધી કાર્યકારી કુલપતિ તરીકે રહે તેવી સંભાવના છે. ડો. ચૌહાણ પણ કુલપતિ બનવા માટેની રેસમાં છે, ઉપરાંત અન્ય સિન્ડિકેટ સભ્યો અને શિક્ષણવિદ્દોએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. નવા કુલપતિ કોણ બનશે સંદર્ભે અનેક ચર્ચાઓ ચાલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિદ્દો ઉપરાંત બહારની કોઇ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તે મુદ્દે પણ છાને ખૂણે ચર્ચા ચાલી રહી છે. જો કે, અંગેની શક્યતા બહુ નહીંવત છે. આમ છતાં, રાજ્ય સરકાર છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢે તો પણ ના નહીં.

જ્યાં સુધી નવા કુલપતિની નિમણૂક નહીં થાય ત્યાં સુધી ડો. પ્રતાપસિંહ ચૌહાણ કાર્યકારી કુલપતિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો હવાલો સંભાળશે.