• Gujarati News
  • સફાઇ મુદ્દે ડોક્ટરે કરી સટાસટી

સફાઇ મુદ્દે ડોક્ટરે કરી સટાસટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શભરમાં સફાઇ ઝુંબેશ શરૂ થઇ છે, અને તેની જુદી-જુદી અસરો પણ જોવા મળી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સફાઇના મુદ્દે સટાસટી થઇ ગઇ હતી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો.યોગેશ પરીખ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજમાં કોઇ કામ સબબ ગયા હતા ત્યારે કોલેજમાં એનેટોમી વિભાગમાં હંગામી ધોરણે નોકરી કરતો રવિ વાઘેલા નામનો કર્મચારી તેમની નજરે ચડી ગયો હતો. ડો.પરીખની નજર પડી ત્યારે રવિ વાઘેલાએ થૂંકતા મામલો બિચક્યો હતો અને સફાઇ ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે કોલેજમાં શા માટે થૂ઼ંકયો તેમ કહી ડો.પરીખ તેના પર તૂટી પડ્યા હતા અને પાંચેક ફડાકા ઝીંકી દીધા હતા. બનાવથી હોસ્પિટલ કેમ્પસમાં સોંપો પડી ગયો હતો. સફાઇના મુદ્દે ડો.પરીખે કાયદો હાથમાં લીધો હતો કે ફડાકા કાંડ પાછળ અન્ય કોઇ બાબત કારણભૂત હતી તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો હતો.