• Gujarati News
  • રાજકોટની પ્રજાએ ફરી એકવાર જાતિવાદના રાજકારણને ફગાવી દીધું

રાજકોટની પ્રજાએ ફરી એકવાર જાતિવાદના રાજકારણને ફગાવી દીધું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જકોટ-2ની હાઇવોલ્ટેજ પેટાચૂંટણીમાં લોકોએ ભાજપના ઉમેદવાર િવજય રૂપાણીને તેમની અપેક્ષા કરતા પણ વધારે મતોની લીડથી જીતાવી દઇ ફરી એકવાર સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, માત્ર ને માત્ર જાતિવાદનું રાજકારણ હવે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વધારે લાંબો સમય ચાલે તેમ નથી. પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના બદલે માત્ર જાતિનું પત્તું ખેલવાનો અને ભાજપના ઉમેદવારનું વ્યક્તિગત ચરિત્ર હરણ કરવાનો ખેલ કોંગ્રેસને મોંઘો પડી ગયો. રાજકોટની બેઠક આમ તો ભાજપની પરંપરાગત સલામત સીટ છે. શરૂઆતના આંતરિક અસંતોષ બાદ ભાજપે િવજય રૂપાણીને િટકિટ આપી ત્યારે એવું લાગતું હતું કે, ભાજપ આસાનીથી સીટ જીતી જશે. ત્યારબાદ કોંગ્રેસે જૂના કોંગ્રેસી જયંતીભાઇ કાલરિયાને મેદાનમાં ઉતારી પટેલ કાર્ડ ખેલવાનો પ્રયાસ કર્યો. જયંતીભાઇની છાપ સારી હોવાથી તેમની બિનવિવાદાસ્પદ છબિનો ઉપયોગ કરી ભાજપને હંફાવવાનો કોંગ્રેસનો વ્યૂહ હતો. કોંગ્રેસને માત્ર પટેલ નહીં, પરંતુ તમામ જ્ઞાતિઓને સાથે લેવાનો પ્રયાસ કર્યો. દશેરાની ક્ષત્રિય સમાજની શોભાયાત્રામાં પણ જયંતીભાઇ પહોંચી ગયા. રીતે અન્ય જાતિ-સમાજોને પણ લોભાવવા માટે કોંગ્રેસે ભરપૂર પ્રયત્નો કરી જોયા. અહીં કોંગ્રેસ થાપ ખાઇ ગઇ. રાજકોટની પ્રજા પાણી, ગંદકી, ભ્રષ્ટાચાર, ટ્રાિફક, રખડતા ઢોર, વકરતી ગુનાખોરી વગેરે અનેક પ્રશ્નોથી ત્રસ્ત છે. કોંગ્રેસ મુદ્દાઓ લોકો સુધી લઇ જવાના બદલે માત્ર જાતિની વાતો કરતી રહી. છેલ્લા થોડા િદવસોમાં ભાજપના કાર્યાલયમાંથી એક ગુંડો પકડાયો ત્યારે છેક કોંગ્રેસને ગુંડાખોરીનો મુદ્દો ઉઠાવવાનું સુઝ્યું, પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ચૂક્યું હતું. કોંગ્રેસના કેટલાક િદગ્ગજ કહેવાતા નેતાઅોએ િવજય રૂપાણીની ચરિત્ર હનન કરતી પત્રિકા બહાર પાડી બીજી મોટી ભૂલ કરી. કોંગ્રેસ ભૂલોનો સરવાળો કરી રહી હતી ત્યારે વર્ષોથી અન્યોને જીતાડતા આવેલા િવજય રૂપાણી તેમના માઇક્રો પ્લાિનંગ પર મુસ્તાક હતા. ભાજપે ક્યાંથી કેવી રીતે મત કઢાવવા તેની જડબેસલાક વ્યવસ્થા ગોઠવી લીધી હતી. માત્ર 49.32 ટકા મતદાનમાં પણ િવજય રૂપાણી 56.20 ટકા મત લઇ ગયા, તે તેમના પ્લાનિંગની સફળતા દર્શાવે છે.

હવે ચૂંટણી પતી ગઇ છે. િવજય રૂપાણીને રાજ્ય સરકારમાં મહત્ત્વનું સ્થાન મળશે નક્કી છે. ત્યારે રાજકોટની પ્રજા રૂપાણી પાસે શહેરને કનડતા પ્રશ્નો ઉકેલાય તેવી આશા રાખે છે. કોંગ્રેસના નેતાઓએ આત્મચિંતન કરવાની જરૂર છે કે મતદાર અને તેમાયે યુવાન અને મહિલા મતદારો તેમનાથી કે