• Gujarati News
  • કોંગ્રેસ સામે રૂપાણીનો િવજય વાવટો

કોંગ્રેસ સામે રૂપાણીનો િવજય વાવટો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ-2િવધાનસભાનો ગઢ ભાજપે નવમી વખત પણ અકબંધ રીતે જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ભાજપના ઉમેદવાર િવજયભાઇ રૂપાણીનો તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના જયંતીભાઇ કાલરીયા સામે 23740 મતથી ભવ્ય િવજય થયો હતો.

કોંગ્રેસને પ્રથમ રાઉન્ડથી પછડાટ મળવાનું શરૂ થયું હતું. જે 19માં રાઉન્ડ સુધી યથાવત રહ્યું હતું. મત ગણતરી કેન્દ્ર પરથી િવજેતા ઉમેદવાર રૂપાણીની ભવ્ય િવજયયાત્રા િનકળી હતી. જેમાં હજારો કાર્યકરો જોડાયા હતા.

રાજકોટ િવધાનસભા-2ના ભાજપ િવજેતા ઉમેદવાર િવજયભાઇ રૂપાણી

કોંગ્રેસ | હાર્યા ભલે પણ મત વધ્યા છે

ભાજપ | વિકાસના માર્ગને વધાવ્યો છે

માત્ર ગુજરાત નહિ સમગ્ર દેશની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર્ મોદીએ કંડારેલા વિકાસના માર્ગને વધાવ્યો છે. રાજકોટમાં વિજય રૂપાણીના વિજયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની આરંભેલી યાત્રાને મુખ્યમંત્રી આનંદીબેને ગતિશીલ બનાવી તેને સમર્થન મળ્યું છે. પ્રજાએ સ્વીકારીને વોટબેંકની રાજનીતિને દફનાવી છે. > આર.સી.ફળદુ,પ્રદેશભાજપના પ્રમુખ

ભાજપની પાછલી ત્રણ ચૂંટણીમાં મેળવેલી સરસાઇમાં ઘટાડો થયો છે. રાજકોટ પશ્વિમ બેઠક ઘણા સમયથી ભાજપ પાસે છે. છેલ્લી ત્રણ ચૂંટણી કરતા વખતે કોંગ્રેસે મેળવેલા મતમાં વધ્યા છે. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ એક થઇને જે મહેનત કરી હતી તે મહેનતને કારણે જયંતી કાલરિયાને ગઇ ચૂંટણીઓ કરતા વધારે મત મળ્યા છે. > અર્જુનમોઢવાડિયા, પ્રદેશકોંગ્રેસ પ્રમુખ