• Gujarati News
  • જયજવાન જયકિસાન સોસાયટી રોડ પર મનપાનું મેગા ડિમોલિશન

જયજવાન જયકિસાન સોસાયટી રોડ પર મનપાનું મેગા ડિમોલિશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે મોરબી રોડ પર ૫૯ મકાનોનો કડૂસલો બોલશે

રાજકોટના સામાકાંઠે વોર્ડ નં.૫માં મોરબી રોડ જકાતનાકા નજીક ટીપી સ્કીમના ત્રણ મોટા રોડ પર થઇ ગયેલા દબાણો દૂર કરવા શુક્રવારે મનપાનું મેગા ડિમોલિશન થવાનું છે. આ રોડ પર ૫૯ જેટલા કાચા-પાકા મકાનો આવેલા છે. રોડ પરથી જ ડ્રેનેજની લાઇન નાખવા માટે પણ દબાણ નડતરરૂપ થાય છે.
વિકાસ કામોને નડતરરૂપ હોય એવા દબાણોના ડિમોલિશનને અગ્રતાક્રમ આપવા મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ આપેલા આદેશના પગલે જયજવાન જયકિસાન સોસાયટીના રોડ પાસે ટીપી સ્કીમ નં.૧૪ હેઠળ આવતા ૧૮ મીટર, ૧૨ મીટર અને ૯ મીટર એમ ત્રણ રોડ ખુલ્લા કરવા શુક્રવારે મેગા ડિમોલિશન રાખવામાં આવ્યું છે.
દોઢ વર્ષ પહેલા નોટિસ અપાઇ હતી
આજથી દોઢેક વર્ષ પહેલા ત્રણેય ટીપી રોડ પરના દબાણકર્તાઓને નોટિસ આપીને જગ્યા સ્વૈરછાએ ખાલી કરી દેવા જણાવાયું હતું. એ પછી પંદર દિવસ પહેલા સાત દિવસમાં જગ્યા ખાલી કરવા બીજી નોટિસથી ચેતવણી અપાઇ હતી. એમ.ડી.સાગિઠયા (ઇન્ચાર્જ ટીપીઓ)