• Gujarati News
  • આજે ૨૯મી ગુજરાત સર્કલ પોસ્ટલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ

આજે ૨૯મી ગુજરાત સર્કલ પોસ્ટલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૯મી ગુજરાત સર્કલ પોસ્ટલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ૨૨મી ઓગસ્ટના જયોતિ સીએનસી, મેટોડા ખાતે યોજાશે. ટૂર્નામેન્ટમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ રિજિઓમન ભાઇઓ-બહેનોની ટીમ ભાગ લેશે. બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંશ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીનું ગુજરાત પોસ્ટલ ટીમનું સિલેકશન આગામી ૧૩મી થી ૧૭મી સપ્ટેમ્બરના હિમાચલ પ્રદેશ ખાતેની રમત માટે થશે. જયોતિ સીએનસી ખાતે આગામી ૨જી થી ૮મી સપ્ટેમ્બર સુધી કોચિંગ કેમ્પ પણ યોજાશે.અત્રે, ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ટૂર્નામેન્ટ તથા કોચિંગ કેમ્પ ઉપરોકત સ્થળે યોજાયો હતો. જેમાંથી ગુજરાત પોસ્ટલ ટીમ મેન્સ, વૂમન સિંગલ્સ, ડબલ્સ ચેમ્પિયન થઇ હતી. ટૂર્નામેન્ટના આયોજન માટે ચેરમેન એમ. આર. ત્રિવેદી, સિનિ. સુપરિ. ઓફ પોસ્ટ ઓફિસિસ જહેમત ઊઠાવી રાા છે.
યુએસ ઓપનમાં સેરેના, એન્ડી મરેને ટોચનો ક્રમાંક
ન્યૂયોર્ક : વિમેન્સ સિંગલ્સમાં ટોચનો ક્રમાંક ધરાવતી અમેરિકાની સેરેના વિલિયમ્સને સોમવારથી રમાનારા વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પ્રથમ સિડિંગ અપાયું છે.