• Gujarati News
  • પર્યુષણ પર્વમાં કતલખાના, મરછી મારકેટ બંધ કરાવો

પર્યુષણ પર્વમાં કતલખાના, મરછી મારકેટ બંધ કરાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન સમાજના અતિ ૫વિત્ર તહેવાર પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આગામી ૨૨ ઓગસ્ટથી આરંભ થાય છે તેમજ પર્યુષણ પર્વની પૂણાર્હુતિ ૩૦ ઓગસ્ટના રોજ થતી હોય શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતા તમામ કતલખાના, ઇંડાની રેંકડીઓ, નોનવેજ રેસ્ટોરેન્ટો, મરછી મારકેટ બંધ રાખવા જે જાહેરનામું પ્રસિઘ્ધ થયું છે તેનો કડકાઇથી અમલ કરવા મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનરને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં હિંસાની આ પ્રવૃત્તિ કાયમી ધોરણે તાત્કાલિક અસરથી બંધ કરાવવા પણ માગણી કરવામાં આવી હતી. જૈન સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિવિધ પાંજરાપોળો, વેજિટેરિયન સોસાયટીના પદાધિકારીઓ તથા ઇશ્વરભાઇ દોશી, ચંદ્રકાંતભાઇ શેઠ, મીતલ ખેતાણી, કિશોરભાઇ કોરડિયા વગેરે આ રજૂઆતમાં સાથે જોડાયા હતા. ધાર્મિક લાગણી દુભાવવી એ પણ ગુનો બનતો હોય કડક પગલાં ભરવા માગણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પર્યુષણ દરમિયાન માસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મુકાયા બાદ પણ થતા ખુલ્લેઆમ વેચાણનો દિવ્ય ભાસ્કરે પદાફાર્શ કર્યોહતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ વખતે તંત્ર કડક પગલાં લઈ પર્યુષણ દરમિયાન મરછી માર્કેટ બંધ કરાવે તેવી જૈન અગ્રણીઓએ રજૂઆત કરી હતી.