• Gujarati News
  • કોર્પોરેટર અનિલ રાઠોડ સામે આમ્ર્સ એકટની કલમ લગાડાશે

કોર્પોરેટર અનિલ રાઠોડ સામે આમ્ર્સ એકટની કલમ લગાડાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના સામાકાંઠે એક જ વોર્ડમાં અને એક જ પ ામાંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ સામે તેના સાથી કોર્પોરેટર જયશ્રીબેન ડોડિયા અને તેમના પતિ ઉપર હત્યાના ઇરાદે કાર ચડાવી દેવાના બનાવ બાદ રાજપૂત સમાજના આગેવાનોએ સંમેલન બોલાવ્યું હતું અને અનિલ રાઠોડ સામે પાસાના પગલાં લેવાની માગણી સાથે પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું. પોલીસ કમિશનરે આરોપી સામે આમ્ર્સ એકટ લગાડવાની ખાતરી આપી હતી.
રાજપૂત સમાજે આપેલા આવેદનમાં જણાવાયું હતું કે, અનિલ રાઠોડનો ભૂતકાળ ગુનાઓથી ખરડાયેલો છે. આ અગાઉ શિવપરા વિસ્તારમાં ગરાળિયા બંધુ ઉપર હુમલો કર્યોહતો. એ પછી ૨૦૧૧માં ભરવાડ શખ્સો ઉપર હુમલો કર્યોહતો. ૩જી જુલાઇના રોજ મનપા કચેરીમાં જ જયશ્રીબેન ડોડિયા ઉપર ફડાકા મારીને હુમલો કર્યોહતો અને છેલ્લે ૧૫મી ઓગસ્ટે જયશ્રીબેન અને તેમના પતિને જાનથી મારી નાખવાના ઇરાદે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યોહતો.
પોલીસ સામે કરાયેલા આ ગંભીર આ ોપો
અનિલ રાઠોડ સાથે હુમલામાં સાથ આપનાર મુન્ના વિરમ મુંધવા(જયરાજપ્લોટ) અને હરિ ભગા ભરવાડ હતા. તેની જગ્યાએ ડમીને રજૂ કરાયાની તપાસનીશ અધિકારીને ખબર હોવા છતાં સાચા આરોપીને પકડયા નથી.
હુમલામાં વપરાયેલી નવી કારને બદલે જૂની કાર દેખાડવા ગોઠવણ કરી દેવાઇ, હુમલામાં વપરાયેલી રિવોલ્વર પોલીસે કબજે કરી નથી.