• Gujarati News
  • તસ્કરોનો તરખાટ : ડિલકસ ચોક, કોર્ટ સામે એક રાતમાં ૧૨ દુકાન, ઓફિસના તાળાં તૂટયા

તસ્કરોનો તરખાટ : ડિલકસ ચોક, કોર્ટ સામે એક રાતમાં ૧૨ દુકાન, ઓફિસના તાળાં તૂટયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુકાન, ઓફિસ અને મેડિકલ સ્ટોરમાં તસ્કરો ત્રાટકયા

તસ્કરોએ ફરી એક વખત પોલીસનું નાક કાપ્યું છે. બુધવારે રાતે ડિલકસ ચોકમાં હોટેલ ફર્ન સામે કબીર ચેમ્બરમાં છ દુકાન અને મોચી બજાર કોર્ટ સામે છ દુકાન મળી એક જ રાતમાં ૧૨ દુકાનના તાળાં તોડીને હાહાકાર મચાવી દીધો હતો.૧૨ દુકાનમાંથી માલમતા ઓછી ગઇ હતી પરંતુ, પડકાર મોટો ફેંકી ગયા હતા. એક રાતમાં બે સ્થળે ૧૨ દુકાન-ઓફિસમાં ચોરી થયાની જાણ થતાં મહિલા એસીપી બન્નો જોષી સહિતના અધિકારીઓ ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાત સાથે દોડી ગયા હતા. તસ્કરો ડિલકસ ચોકમાં કબીર ચેમ્બર્સમાં ત્રાટકયા એ પહેલા નજીકમાં રહેતા કબીર આશ્રમના મહંત અલગુદાસ ગુરુશીતલદાસના મકાનની ડેલી બહારથી બંધ કરી દઈ પોતાનું કામ પાર પાડી ગયા હતા.
તસ્કરો અનેક દુકાનોમાં બધુ વેરવિખેર કરી ગયા.
બે માસમાં ૪૦ દુકાન, ઓફિસમાં ચોરી
તસ્કરોએ ગોંડલ રોડ ઉપર પેનોરમા કોમ્પ્લેકસમાં એક સાથે ૮ દુકાન, રજપૂતપરામાં ખોડિયાર ચેમ્બર્સમાં ૧૫ ઓફિસ, યાiિાક રોડ ઉપર ટોપાઝ આર્કેડમાં ચાર ઓફિસ અને એ જ રાતે જાગનાથમાં બે દુકાન મળી છેલ્લા બે માસમાં ૪૦ વધુ દુકાન, ઓફિસને નિશાન બનાવી હતી. ઉપરોકત ચોરીઓ પૈકી એક પણ ચોરીનો ભેદ ઉકેલાયો નથી.
પોલીસચોકીની બહાર તોડફોડની ચર્ચા
તસ્કરોએ મોચીબજાર કોર્ટ નજીક છ ઓફિસમાં ચોરીનો પ્રયાસ કર્યા બાદ જયુબિલી પોલીસચોકીની બહારની ટયૂબલાઇટમાં તોડફોડ કર્યાની ચર્ચા શરૂ થઇ હતી. જોકે પોલીસે એ ટયૂબલાઇટ ઘણા સમયથી ફૂટેલી હોવાનું જણાવ્યું હતું.
ડિલકસ ચોકમાં કબિર ચેમ્બરમાં જીતુભાઇ સેદાણીના શ્રીજી મેડિકલના તાળાં તૂટયા, તેમની ઉપરના માળે આવેલી સંજીવભાઇ લશ્કરીની ચિકિત્સા કિલનિક લેબોરેટરીમાંથી ૨ હજાર, રમેશભાઇ કિયાડાની આર.બી.સેલ્સ, ધીરૂભાઇ કિયાડાની જે.ડી.સિનસ્ટોક, એડવોકેટ બાલકષ્ણ ભગદેવની ઓફિસમાંથી ૧૦ની માલમતા અને ડો. ભરતભાઇ બાવળિયાની કૈલાસ કિલનિકમાંથી ૭ હજાર રોકડા ચોરી ગયા હતા. જયારે મોચી બજાર કોર્ટ સામે ગોકુલ કોમ્પ્લેકસમાં મનીષભાઇ વ્યાસની મિત કોમ્પ્યુટર્સ, જય પારડીની જય કોમ્પ્યુટર્સ, એડવોકેટ જયેન્દ્ર ગોંડલિયા અને એડવોકેટ દ ાાબેન ટાંકની ઓફિસ સહિત કુલ ૬ ઓફિસના તાળાં તોડયા હતા. પરંતુ કોઈ માલમતા ચોરાઈ ન હતી.