• Gujarati News
  • વિદેશી ટૂર યોજતી ટ્રાવેલ્સની ત્રણ પેઢી પર ITyWW દરોડા

વિદેશી ટૂર યોજતી ટ્રાવેલ્સની ત્રણ પેઢી પર ITyWW દરોડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઇન્કમટેકસ વિભાગની દરોડા શાખાએ ગુરુવારે સાંજે યાiિાક રોડ પર આવેલી અને વિદેશી ટૂરનું આયોજન કરતી ટ્રાવેલ્સની ત્રણ પેઢીઓ પર દરોડા પાડયા હતા. શુક્રવારે મોડી રાત સુધી તપાસ ચાલે તેવી સંભાવના છે. લાખો રૂપિયાના બેનામી વ્યવહારો બહાર આવશે તેમ આયકરના સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ આયકરની દરોડા શાખાના એડિશનલ ડાયરેકટર બિનોદકુમાર તેમજ આસિસ્ટન્ટ ડાયરેકટર વિનય કૌશલ, ક્રિષ્નકુમાર સહિતનો કાફલો ગુરુવારે સાંજે પાંચ વાગ્યા બાદ યાiિાક રોડ પર જાગનાથ પોલીસ ચોકી સામે આવેલા કોમ્પ્લેકસમાં શ્રી આકાશ ટ્રાવેલ્સ, ઘ્વનિ ટ્રાવેલ્સ તેમજ ઇમ્પિરીયલ હોટેલ સામે આવેલી મણિ ચેમ્બરમાં આવેલી એચ. કે. ફોરેસ્ટની ઓફિસમાં ત્રાટકયો હતો. ત્રણ ટીમ દ્વારા સરવે અને સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઉપરોકત પેઢીઓ દ્વારા વિદેશી ટૂરનું આયોજન તેમજ ટિકિટનું બુકિંગપણ કરવામાં આવે છે. ઘ્વનિ ટ્રાવેલ્સના સંચાલકો રેલવેની ટિકિટનું બુકિંગ પણ કરે છે. આ ત્રણેય પેઢીઓ દ્વારા મોટાપાયે આયકરની કરચોરી કરવામાં આવતી હોવાની વિગતો ઇન્કમટેકસ વિભાગને મળી હતી અને તેના આધારે જ ત્રણેય સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીના પગલે અન્ય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસોને તાળાં લાગી ગયા હતા.