• Gujarati News
  • ખાનગી કોલેજોમાં વધુ પ્રવેશના મુદ્દા પર પૂર્ણવિરામ

ખાનગી કોલેજોમાં વધુ પ્રવેશના મુદ્દા પર પૂર્ણવિરામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનગી કોલેજોમાં બેઠક વધારવાના મુદ્દે છેક ગાંધીનગરથી દબાણ લવાયા બાદ પણ આ મુદ્દા પર હવે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. વધુ વિધાર્થીઓને પ્રવેશ આપવા કે કેમ તે મુદ્દે એક સંસદ સભ્ય, બે ધારાસભ્ય અને કેટલાક કોલેજ સંચાલકો સાથે સોમવારે બેઠક રાખવામાં આવી હતી, પરંતુ એક કોલેજ સંચાલક સિવાય કોઈ ડોકાયા ન હતા. ખાનગી કોલેજોમાં બેઠક વધારવાના મુદ્દા પર પૂર્ણવિરામ મુકાઇ ગયાનું કુલપતિ ડો. પાડલિયાએ જણાવ્યું હતું. એનરોલમેન્ટની પ્રક્રિયા પૂરી થઇ ગઇ હોવા છતાં કેટલીક ખાનગી કોલેજોના સંચાલકો વધુ પ્રવેશના મુદ્દે કુલપતિ પર દબાણ લાવ્યા હતા. આથી, કુલપતિએ જૂનાગઢના સાંસદ, કોડીનાર અને મોરબીના ધારાસભ્ય તેમજ બે કોલેજના સંચાલકોને પત્ર પાઠવીને પ્રવેશ વધારવાના મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બોલાવ્યા હતા. આ અંગે કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે, સંસદ સભ્ય કે ધારાસભ્યો ઉપસ્થિત રાા ન હતા. એકમાત્ર કરશનભાઇ સોલંકી (કોડીનારની કોલેજના સંચાલક) હાજર રાા હતા. જો કે, તેઓએ પણ પ્રવેશ વધારવાના મુદ્દે કોઇ ચર્ચા કરી ન હતી. આથી, હવે આ મુદ્દો અહીંયા પૂરો થઇ ગયો છે.